શુક્રવારથી બોર્ડની પુરક પરીક્ષા વિદ્યાર્થી માટે હેલ્પલાઈન

4થી જૂલાઈ સુધી માર્ગદર્શન અપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી લેવામાં આવનારી ધોરણ- 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને હેલ્પલાઈન શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 21 જૂનના રોજથી હેલ્પલાઈન શરૂૂ કરવામાં આવશે તે પરીક્ષાના છેલ્લા દિવસ એટલે કે 4 જુલાઈ સુધી ચાલુ રહેશે. હેલ્પલાઈન પરથી પરીક્ષા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા 24 જૂનથી શરૂૂ કરવામાં આવનાર હોવાનું અને 4 જુલાઈ સુધી આ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી. પરીક્ષાના જાહેરાત કરાયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી હતી. જેમાં હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને હેલ્પલાઈન શરૂૂ કરવાની જાહેરાત કરી છે. બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઈન 21 જૂનના રોજથી શરૂૂ કરવામાં આવશે અને 4 જુલાઈના સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે. આ હેલ્પલાઈનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ હેલ્પલાઈનનો લાભ લે તે માટે બોર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ પૂરક પરીક્ષાને લઈને હેલ્પલાઈન શરૂૂ કરી છે. જેમાં જિલ્લાના ક્ધટ્રોલરૂૂમ નંબર પરથી વિદ્યાર્થીઓ સહિતનાને માર્ગદર્શન આપવામાં આવશે. આત્મવિશ્ર્વાસ પરીક્ષા પે ચર્ચા સારથી હેલ્પલાઈન વોટ્સનંબર પણ જાહેર કરાયો છે, તેની પરથી પણ માર્ગદર્શન મળી રહેશે.

રિલેટેડ ન્યૂઝ