પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

હાર્ડવૈદ, દંત યજ્ઞ, જનરલ ચેકઅપ કેમ્પનો અસંખ્ય દર્દીઓએ લાભ લીધો

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, દંત યજ્ઞ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતાશ્રી ડો. સાવલિયા સાહેબ (રોહિતભાઈ પટેલ) પ્રાચી તેમનો સહ પરિવાર તથા શ્રી રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ ના ડોક્ટર અલકેશભાઈ, યોગેશભાઈ નેના ચોરવાડ તથા મટાણાના પાધેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદૃબબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર,પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું કેમ્પના દાતા શ્રી . સાવલિયા સાહેબ (રોહિતભાઈ પટેલ) પ્રાચી તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં ડો.અલકેશભાઈ એ કુલ 162 દર્દીઓ ને તપાસી જેમાં થી 43 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા દાંત ના ડો.નયનાબેન રાવલીયા અક્ષર ડેન્ટલ ક્લિનિક વેરાવળ દ્વારા 30 દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી તીર્થએ 70 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચી એ 30 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા – પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) નાથાભાઇ સોલંકી ( થરેલી ) નારણભાઈ વાળા ( પાધરૂકા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર, રાહુલભાઈ રાઠોડ બોસન તથા વાલાભાઈ કંટાળા તથા વજુભાઈ ગોહિલ તથા નરસિંહભાઈ વાઢેર છગિયા દિવાળીબેન પ્રાચી,સોનીબેન ગોરખમઢી તથા,પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો….

રિલેટેડ ન્યૂઝ