લોકસભાની ચુંટણી પૂર્ણ થતાં કલેકટર દ્વારા કરાઇ 51 નાયબ મામલતદારોની બદલી

13ને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુકાયા: ચુંટણી શાખામાંથી મોટાભાગના ના.મામલતદારોને મુળ જગ્યાએ બદલાવાયા

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે બદલીનો મોટો ઘાણવો બહાર પાડયો હતો. જેમાં ચૂંટણી શાખામાં મુકાયેલા મોટાભાગનાં ના.મામલતદારોને તેમની મુળ જગ્યા પર પરત મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 જેટલા ના.મામલતદારોને ઈમરન્સી ઓપરેશન સેન્ટરમાં નિમણૂંક આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ચૂંટણી ફરજ માટે અડધો ડઝનથી વધુ ના.મામલતદારોની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણીની કામગીરી ત્રણ માસથી વધુ સમય ચાલ્યા બાદ હવે પરિણામ ઘોષિત થઈ ગયું છે અને હવે નવી સરકારે શપથ પણ લઈ લીધા છે ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે બદલીનો મોટો લીથો બહાર પાડયો હતો. જેમાં 51 નાયબ મામલતદારોની બદલી કરતાં હુકમો કરવામાં આવ્યા છે.
કલેકટર પ્રભવ જોષીએ ચૂંટણી શાખાના મોટાભાગનાં નાયબ મામલતદારોને તેમના મુળ સ્થાને પરત મુકી દીધા છે. આ ઉપરાંત 13 જેટલા નાયબ મામલતદારોની ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની નવી પોસ્ટ ઉભી કરી તેમાં નિમણૂંક આપવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી અને ડીઝાસ્ટરની કામગીરીને ધ્યાને લઈને 13 જેટલા નાયબ મામલતદારોની ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરવામાં આવી છે. બદલી પામેલા નાયબ મામલતદારોમાં તેજ બાણુગરીયાને જિલ્લા પુરવઠામાંથી ઈમરજન્સીમાં મુકવામાં આવ્યા હતાં. જ્યારે ભાવીક વૈષ્ણવને પ્રાંત કચેરી-2માંથી ઈમરજન્સીમાં મુકવામાં આવ્યા છે. ધવલ ભીમજીયાણીને એટીવીટી સેન્ટરમાંથી ઈમરજન્સીમાં મુકવામાં આવ્યા છે. ભરત પરમારને ચૂંટણી શાખામાંથી ઈમરજન્સીમાં મુકવામાં આવ્યા છે. કિરીટસિંહ ઝાલાને ચૂંટણી શાખામાંથી ઈમરજન્સીમાં મુકવામાં આવ્યા છે. પવન પટેલને ચૂંટણી શાખામાંથી મહેસુલ કોટડાસાંગાણી ખાતે મુકવામાં આવ્યા છે. મૌલીક ઉપાધ્યાયને ચૂંટણીમાંથી ઈમરજન્સીમાં, છગનભાઈ કુકડીયાને ચૂંટણીમાંથી મહેસુલ લોધિકા, મનસુખભાઈ સોરાણીને ચૂંટણીમાંથી ઈમરજન્સી જસદણ, અશ્ર્વિનભાઈ પડાણીને ચૂંટણીમાંથી વિંછીયા ઓપરેશનમાં, ચંદુલાલ પારખીયાને ચૂંટણીમાંથી ગોંડલ ઈમરજન્સીમાં, ભીમશીભાઈ બોરખતરીયા ચૂંટણીમાંથી ઈમરજન્સી જેતપુર, બાલકૃષ્ણ ગોંડલીયાને ચૂંટણીમાંથી ધોરાજી ઈમરજન્સી, મહેશ કરંગીયાને ચૂંટણીમાંથી ઈમરજન્સી ઉપલેટા તેમજ હરેશ ગોહેલને દબાણમાંથી ઈમરજન્સી જામકંડોરણા મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત નાયબ મામલતદાર સંદીપ જેસડીયાને એએલસી શાખા, નિલેશ અજમેરાને જિલ્લા પુરવઠા, મહેન્દ્ર ભાલોડીને શિરસ્તેદાર પ્રાંત-1, હિતેન્દ્રસિંહ ચુડાસમા શિરસ્તેદાર પ્રાંત-2, અશ્ર્વિન જોષીને ડીઝાસ્ટર ઈમરજન્સી, ભગીરથ કાછડીયાને શિરસ્તેદાર જસદણ, યોગેશ મુળીયાને શિરસ્તેદાર ગોંડલ, તેજસ પંચાસરાને પ્રાંત કચેરી-2, વિરસિંહ સોલંકીને શિરસ્તેદાર ધોરાજી, દિનેશ મોરડીયાને કોટડા સાંગાણી પુરવઠા, કર્મરાજસિંહ જાડેજા નાયબ મામલતદાર રાજકોટ ગ્રામ્ય, સુભાષ ઉધાડ નાયબ મામલતદાર રાજકોટ પૂર્વ, હિરેન જોષી નાયબ મામલતદાર રાજકોટ પશ્ર્ચિમ, લક્ષ્મણસિંહ ઝાલા નાયબ મામલતદાર દક્ષિણ, નિખીલ ગોહેલ સર્કલ ઓફિસર લોધિકા, જલ્પા બાલધા નાયબ મામલતદાર જામકંડોરણા, કૃષ્ણપાલસિંહ જાડેજા નાયબ મામલતદાર ઈ-ધરા તાલુકા, વિક્રમસિંહ જાડેજા સર્કલ ઓફિસર બિનખેતી, રાજુભાઈ મઢા નાયબ મામલતદાર હક પત્ર શાખા, નિમુબેન ખીમસુરીયા પુરવઠા, અંકીત શેખડા નાયબ મામલતદાર ધોરાજી, કિરણ દેસાઈ સર્કલ ઓફિસર ઉપલેટા. રઘુવીર પઢીયાર નાય મામલતદાર જસદણ પુરવઠા, અમીત જાદવ સર્કલ ઓફિસર ધોરાજી, હિરાબેન વાણીયા નાયબ મામલતદાર રાજકોટ પશ્ર્ચિમ, રેનાસ સુરેલીયા નાયબ મામલતદાર નગરપાલિકા, મહેન્દ્રસિંહ જાડેજા શિરસ્તેદાર પ્રાંત કચેરી ગ્રામ્ય, સોનલ ત્રિવેદી અછત શાખા, કેવીન હાંસલીયા નાયબ મામલતદાર પુરવઠા, કિરણ મારુ પુરવઠા નિરીક્ષણ, સુભમ ચાવડા ના.મામલતદાર એટીવીટી પડધરી, હિરેન કોટડીયા ના.મામલતદાર ચૂંટણી શાખા, યોગીરાજસિંહ ગોહિલ લોધિકા દબાણ શાખા, સત્ય સેરસીયા સર્કલ ઓફિસર રાજકોટ પૂર્વ, અરવિંદ કુગશીયા જિલ્લા પુરવઠા અને ફિરોજ યુસુફઝાઈ નાયબ મામલતદાર મતદાર યાદીમાં નિમણૂંક કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ