ઉનાનાં કાણેકબરડા ગામનાં બે ઉમેદવારોને મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં અન્યાય કરાયો

શિક્ષિત બેરોજગારોની બાદબાકી કરી આર્થિક સક્ષમને સંચાલક તરીકે ભરતી કરાયાંનો આક્ષેપ

ઊના તાલુકા મધ્યાહન ભોજન સંચાલક ની ખાલી પડેલી કાણેકબરડા કેન્દ્ર ની જગ્યા ભરવા ગત તારીખ 28 જૂન 2024 નાં નોટીફિકેશન આધારે ઉમેદવારો ની પસંદગી કરવાની હોય તેમાં કાણેકબરડા ગામ નાં શિક્ષીત બી એ બી એડ વિકલાંગ બે રોજગાર યુવાને તેમજ આર્થિક ગરીબ પછાત વર્ગના મહિલા ઉમેદવાર અસ્મિતા રમેશભાઈ પરમાર બી બીસી લાયકાત ધરાવતાં બન્ને ઉમેદવાર એ પોતાની મધ્યાહન ભોજન સંચાલક તરીકે અરજી આપેલ હતી
મામલતદાર કચેરી ખાતે ઈન્ટરવ્યુ લેવાયાં હતાં તેમાં આર્થિક રીતે સધ્ધર અને ખેડુત ખાતેદાર બાગાયતી ખેતી ધરાવતા અને આર્થિક સુખી સમ્પન્ન સક્ષમ રોજગાર મેળવતાં લોકો ની લાગવગ અને સરકારી પરીપત્ર નાં નિયમો નું ઉલ્લંધન કરી મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તરીકે નિમણૂક આપી આ બન્ને ઉમેદવાર ની અરજી રીજેક કરી અન્યાય કરાયો હોવાનાં આક્ષેપ સાથે આ ભરતી અન્વયે તાત્કાલિક તપાસ કરી શિક્ષીત બેરોજગાર લાયકાત ધરાવતાં ગરીબ પરિવારોને મધ્યાહન ભોજન સંચાલક તરીકે ભરતી કરવા માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે
અંત્રે ઉલ્લેખનિય છે કે મધ્યાહન ભોજન શાખા માં વર્ષો થી કોન્ટેક્ટ બેજ ધરાવતાં આઉટસોર્સિંગ કર્મચારીઓ ટેબલો સંભાળતાં હોય તે પોતાના લાગવગ ધરાવતાં અને પંસદગી પાત્રો ઉમેદવારો પાસે વહીવટ કરી અધિકારીઓ ને અંધારામાં રાખી સાચાં અને યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષીત બે રોજગારો ને અન્યાય કર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ