સોમનાથ પ્રભાસપાટણ ખાતે સમસ્ત અનુ.જાતિ ગીર સોમનાથ જીલ્લાનુ સંમેલન યોજાયું

સરકાર દ્વારા 6.20 કરોડ વેરાવળ આંબેડકર ભવન માટે ફાળવેલા તે બદલ સરકાર અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર દર્શન કાર્યક્રમ

સોમનાથ ખાતે શ્રી સોમપ્રભા કેળવણી ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ મા સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અનુ.જાતિ સમાજ ના આગેવાનો દ્વારા એક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિ અને ગુજરાત સરકાર તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર વ્યક્ત કરવા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ આ તકે આ કાર્યક્રમ ના અધ્યક્ષ અરજણભાઇ ભજગોતરએ 2007 મા ફકીરભાઈ વાઘેલાની ભલામણથી તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા જે જમીન આપવામાં આવેલ અને ત્યાર બાદ અત્યાર સુધી જે પત્ર વ્યવહાર અને આવેદનપત્ર રજુઆત સહિત ની માહિતી આપવામાં આવેલ અને તેઓએ જે રજુઆત કરવામાં આવેલ તે તમામ ફાઇલો સમાજ સમક્ષ રજૂ કરવામાં આવેલ જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડા, કોંગ્રેસ પુર્વ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ અને એડવોકેટ અમૃતા બેન અખિયાં એ જણાવેલ કે અત્યારે જે જગ્યા આવેલ છે તેની જગ્યાએ સ્થળ ફેરવવા ની વાત આવી ત્યારે સમાજ ના આગેવાનો મળેલા અને એક આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ને લેટર લખવામાં આવેલ અને આ જગ્યા ઉપર જ આંબેડકર ભવન બનવું જોઈએ આ માંગણી ને મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા માન્ય રાખી અને તાત્કાલિક છ કરોડ અને વીશ લાખ રકમ ફાળવી આપવા મા આવેલ જેથી સરકાર અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા નો સમાજ દ્વારા આભાર માનવા આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ અને અન્ય ઉપસ્થિત આગેવાનોએ એ પણ સમાજ ઉપયોગી વાતો કરેલ હતી. 2007 થી રજુઆત અને જે પત્ર વ્યવહાર થયા તેની એક ડોક્યુમેન્ટી ફિલ્મ પણ બતાવવામાં આવેલ હતી. આ તકે આગેવાનો મા સમાજ અગ્રણી અરજણભાઇ ભજગોતર, જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડા, કોંગ્રેસ પુર્વ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, વણકરસમાજના પટેલ પરસોતમભાઈ સોલંકી,સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર, એડવોકેટ અમૃતાબેન અખિયાં, સૌરાષ્ટ્ર દલિત સંગઠન ના ઝોનલ સંયોજક ગોવિંદભાઈ ચાવડા,ઉના થી અમુભાઈ વાજા, લખમણભાઇ આમહેડા, મનસુખભાઇ માકવાણા, પત્રકાર રામજીભાઈ ચાવડા, તાલાલા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ રામસિંહ ભાઈ પરમાર,પટેલ મનસુખભાઇ બામણીયા, વેરાવળ તાલુકા પંચાયત ના સદસ્ય કાજલબેન ભજગોતર,ઉનાના અરવિંદભાઈ પરમાર, તાલાલાના વી વી ગોહેલ, હમીરભાઇ આમહેડા, બસપા ના જેઠાભાઈ સોસા, બાલુભાઈ મકવાણા, એડવોકેટ વાજા, માનસિંહભાઈ ચાવડા, દેવાભાઈ ઈણાજ, કવિ સામતભાઈ સોલંકી, હિતેશભાઈ ચાડપા,જીકાભાઈ ચાડપા, પ્રાચી ધમ્મ વાડીના પ્રમુખ કમલેશભાઈ વાવણી, પ્રહલાદભાઈ મકવાણા, જીતુભાઈ દામોદરા, કાનજીભાઈ મહારાજ, ભીમભાઇ સોલંકી, જેઠાભાઈ વાળા, મનુભાઈ પરમાર, દિનેશભાઇ વાળા, રામભાઈ વાળા, દિનેશભાઇ ચાડપા, મનોજભાઈ ધોળીયા, સુરેશભાઈ આમહેડા,ઉગાભાઈ લોઠાવી,જે કે બામણીયા, મનસુખભાઇ ભજગોતર, અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો એ હાજરી આપી હતી કાર્યક્રમ નુ સંચાલન.

રિલેટેડ ન્યૂઝ