ખેડુતોના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાતથી 1.7 કરોડ ખેડુતોને ફાયદો થશે
નાણાપ્રધાન આ બજેટથી દેશના અર્થતનો ઉજળો દેખાવ થશે અને આ બજેટથી દરેક વર્ગ માટે કંઈ ને કંઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગરીબો, પીડીતો, શોષીતો, વંચીતો અને ખેડુતો માટે અનેકવિધ રાહતરૂપ બજેટમાં આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપતા આ બજેટ 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતુ બજેટ છે.જેમાં ’દેશ પ્રથમ- નાગરિક પ્રથમ’ ની ભાવના સાથે રજુ કરાયેલ વિકાસની બ્લુ પ્રિન્ટ છે. કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ માટે, નાના સિમાંત ખેડૂતો માટે, વરિષ્ઠ નાગરિકો માટે, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ માટે, શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક છે.કેન્દ્રીય બજેટમાં ગરીબ મહિલાઓ અને યુવા ખેતીના વિકાસ અને ખેડૂતોના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેમજ ખાદ્યતેલમાં આત્મનિર્ભરતા વધારવા માટે પ્રયત્નો, પછાત વર્ગની મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, વરિષ્ઠ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવશે. એમ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું.
કેન્દ્રીય બજેટમાં વિવિધ ક્ષેત્રે વિકાસ વેગવતો બનશે, સર્વ સમાવેશી વિકાસ, ખાનગી સેકટરમાં રોકાણ, માટે ફાયદો, મધ્યમ વર્ગની ખરીદશક્તિ વધશે, ઘરેલું ાવનાઓનું ઉત્થાન થશે સાથોસાથ ખેડૂતોના સર્વાગિણ વિકાસ માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ની જાહેરાત – જેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. 7.7 કરોડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને મળશે લાભ મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લોનની રકમ 3 લાખથી વધારી પાંચ લાખ કરાઈ છે. ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના સર્વાગિ વિકાસને ચરિતાર્થ કરતું આ બજેટ વિકસિત ભારતની ગતિની રફતારને વધુ તેજ કરશે.
ત્યારે ગરિબો, મહિલાઓ,યુવા ખેતીના વિકાસ, ખેડૂતોના વિકાસ પર ધ્યાન આપતું જ્ઞાનબજેટમાં ખેડૂતોના સર્વાગિણ વિકાસ માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ની જાહેરાતથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
આમ અતંમાં ભૂપતભાઈ બોદરએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ કેન્દ્ર સરકાર ને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી
બજેટ આપવા બદલ અભિનંદન પાઠવેલ છે.