અમદાવાદ :સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની કરપીણ હત્યાકરનાર હવસખોર બળાત્કારી અનિલ યાદવની ફાંસીની સજાને હાઈકોર્ટે યથાવત રાખી છે. હાઈકોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ ગણાવ્યો છે. આ કેસમાં અગાઉ નીચલી કોર્ટે પણ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, જેથી આરોપીએ હાઈકોર્ટમાં સજાને પડકારી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ બનાવ બન્યો હતો.
પોલીસે સોસાયટીમાં જ શોધખોળ શરૂ કરી હતી. જેમાં બાળકી જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં રહેતો વ્યક્તિ ગુમ થયો હતો. જેથી પોલોસને આશંકા ગઈ હતી કે આ ઘરમાં જ બાળકી હોઈ શકે છે. તપાસ કરતા આ ઘરમાં અનિલ યાદવ રહેતો હોવાનું સામે આવ્યું હતું. અનિલ યાદવ બાળકીના પિતાનો મિત્ર હતો, તેથી જ્યારે બાળકી ગુમ થઈ ત્યારે તે પણ બાળકીના માતા-પિતા સાથે બાળકીને શોધાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના અધિકારીઓએ અનિલ યાદવના ઘર ની તપાસ કરી હતી. દરવાજો તોડી પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી તો દુર્ગંધ આવતી હતી. જેથી તે દિશામાં તપાસ કરતા પ્લાસ્ટિકની ડોલ પોલીસ કર્મી હટાવી તો નાની બાળકીના પગ દેખાયા હતા. ત્યારબાદ પ્લાસ્ટિકના એક કોથળામાં મૃત હાલતમાં બાળકીની મળી આવી હતી. પોલીસે પિતાની મદદથી બાળકીની ઓળખ કરી હતી. બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા અનિલ દ્વારા કરવામાં આવી
