ભુજ: અમરેલીના એસપી અને પીએસઆઈને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગરની 60 કલાકમાં જ ઉદયપુરની હોટલમાંથી 21 ડિસેમ્બરે ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરાઈ હતી. હવે તેની સામે આકરી કાર્યવાહી કરીને તેને પાસા અંતર્ગત કચ્છ ભુજમાં આવેલી સ્પેશિયલ પાલારા ખાતે મોકલી દેવાઈ છે.
સોનુ સામે ગુનો નોંધવા એસપીએ સૂચના આપી હતી
સોનુ ડાંગર સામે રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 20 ગુના નોંધાયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં ત્રણ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા મુન્ના રબારીની અમરેલી પોલીસે હથિયાર ધારાના કેસમાં ધરપકડ કરતાં સોનુ ડાંગરે એસપી અને પીએસઆઈને ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો વાઈરલ થતાં જ અમરેલીના એસપીએ તેની સામે ગુનો નોંધવા સૂચના આપી હતી.
