પોરબંદર તા.6
પોરબંદરમાં હેરીટેજ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેવાયેલા બેસ્ટ ફોટોગ્રાફનું પ્રદર્શન હવે પછી યોજાશે.
આપણું યુવાધન આપણા ભવ્ય ભૂતકાળને જુએ અને તેનો ઈતિહાસ જાળવે તેવા ઉમદા હેતુ સાથે પોરબંદરના લીયો ક્લબ પર્લ્સ દ્વારા “હેરીટેજ ફોટોગ્રાફી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પોરબંદરના ફોટોગ્રાફી પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોરબંદરના ફેમસ હેરીટેજ જેમ કે આર.જી.ટી. કોલેજ, હુજુર પેલેસ, જુની કોર્ટ બિલ્ડીંગ, શિતલા ચોક, દરબારગઢ વગેરે ઐતિહાસિક સ્થળોએ જઈને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ ઈવેન્ટને સફળ બનાવવા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે ડો. ગાંધી, લાયન્સ રીજીયન ચેરમેન તેજસભાઈ લાખાણી, રાજુભાઈ લાખાણી, દેવાંગભાઈ હિંડોચા, વિજયભાઈ ઉનડકટ, જાહીદભાઈ નાગોરી, લાખણશીભાઈ ગોરાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાંથી સિલેક્ટ થયેલી તસ્વીરોનું પ્રદર્શન તા. 12/1/20 થી તા. 15/1/20 સુધી નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી પ્રદર્શન રાખવામાં આવશે. જે પ્રદર્શન નિહાળવા લીઓ ક્લબ પર્લ્સ પોરબંદરના લીયો ક્લબ પર્લ્સના પ્રમુખ ચાંદની ઉનડકટ અને સેક્રેટરી કાજલ કારીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
