ઉતરાયણનો ઉલ્લાસ કેટલાક માનવી, અસંખ્ય પક્ષીઓ માટે બન્યો પીડા દાયક

રાજકોટ,તા.15
સાવરકુંડલા
સાવરકુંડલા આજે માનવંતા એકતા સંગઠન બનાવવામા આવયૂ અને આજેજ આ ગ્રુપ મા હિન્દુ મુસ્લીમ એક થઈ આ કાર્ય પૂરૂ પાડયૂ હતૂ મકરસંક્રાંતિ ના સૂભ અવસરે સેવા નૂ કામ કરી અબોલ જીવોને સેવા આપી સમગ્ર સહેર નૂ ગૌરવ વધાર્યું હતૂ.
દામનગર
દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિંદ ભક્ત ટ્રસ્ટ ની ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મકરસંક્રાંતિ ની જોળી
દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિંદ ભક્ત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મકરસંક્રાંતિ ની જોળી માં 500 થી વધુ સ્વંયમ સેવકો એ દામનગર શહેરી અને 40 ગ્રામ્ય વિસ્તારો માં અલખ ની નિરંજની સાથે જોળી ફેરવી હતી.
સરા
ઉતરાયણ પર્વ નિમીતે મૂળી વનવિભાગ અને પશુ ચિકિત્સા દ્રારાપતંગની તેજ દોરી વડે ધાયલ પંખીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવામા આવેલ હતુ ઉતરાયણ ના દિવસે બે થી ત્રણ ધાયલ પંખીઓની જાણ થતા ધાયલ પંખીઓને પશુ દવાખાને લાવી વેનેટરી ડો.અશોકભાઇ રાઠોડ વન વિભાગ ના એ.કે.અમીન દાનુભા ગોહિલે સારવાર કરી નિર્દોષ પંખીને નવજીવન દાન આપી આકાશ મા મુકત મને વિચરતુ કરેલ હતુ.
મૂળી સરા
મુળી સ્વા.મંદિરના મહંતશ્રી શ્યામ સુદરદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રીહરિ સહિત ભગવાન ના હાથમા દોરી પકડાવી પતંગ નો શણગાર કરતા હરિભકતોએ શ્રીહરિના દિવ્ય દર્શનનો અનન્ય લાભ લઇ ધન્યતા અનુભવી હતી
રાજુલા
કહેવાય છે કે જેને સેવા જ કરવી છે તેને સમય નાત જાત કઈ જોતું નથી ત્યારે આજે મકર સંક્રાંતિ નિમિતે ઘાયલ પક્ષીઓ માટે રાજુલા ના મુસ્લિમ એકતા મંચ ના નવયુવાનો એ આજે આખો દિવસ એસ ટી ડેપો પાસે કબુતરો ને સારવાર આપેલ ત્યારે રાજુલા શહેર માં આ ગ્રુપ કોમી એકતા ના કામ કરી રહીયા છે ત્યારે આજે રાજુલા શહેર માં આ કામગીરી પ્રશંસા થઈ રહી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન મુજબ મકરસક્રાંતિના પર્વ નિમિત્તે પતંગોત્સવના કારણે ઘાયલ થતા પક્ષીઓની તાત્કાલીક સારવાર થાય અને લોકોમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટે જન જાગૃતિ કાર્યક્રમો થકી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષે પણ તા.10/01/2020 થી 20/01/2020 દરમ્યાન આ અભિયાન ભાવનગર જિલ્લામાં સુચારૂ રૂપે ચલાવવામાં આવેલ છે. આ દરમીયાન જિલ્લામાં દરેક તાલુકા મથકે પણ વન વિભાગ, સ્વયંસેવકો, બિન સરકારી સંસ્થાઓ દ્વારા ખૂબ આયોજનબઘ્ઘ કાર્ય કરવામાં આવેલ. ભાવનગર જિલ્લામાં કુલ રર સારવાર કેન્દ્રો, ર0 બિન સરકારી સંસ્થાઓ, 279 સ્વયંસેવકો, વન વિભાગની 3ર રેસ્કયૂ ટીમ અને ર8 જેટલી સ્વયંસેવકોની ટીમ વૃક્ષો અને રસ્તાઓ પર દોરી અને ગૂંચો હટાવવાની કામગીરી માટે રોકાયેલ છે.
જામનગર
જામનગર શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સવારથી જ પતંગ ઉડવા લાગ્યા હતા. જામનગરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકોએ પોતાના મકાનના અગાસી ધાબા પર ચડી પતંગ ઉડાડવાની મજા માણી હતી.
કેટલાક યુવાનોએ અગાસી પર ડીજે સાઉન્ડ સિસ્ટમ ની વ્યવસ્થા પણ ગોઠવી હતી જેના કારણે માહોલ જામ્યો હતો. નાના ભૂલકાઓ પણ તેમાં જોડાયા હતા અને જુદા જુદા ગેસ ભરેલા ફુગ્ગા- કેરેક્ટર વગેરે ઉડાવી ને આનંદ લીધો હતો.
શહેરની કેટલીક શાળાઓમાં પણ પતંગ મહોત્સવ નું આયોજન ઠ થયું હતું . તેમજ જામનગર શહેર અને આસપાસના પાર્ટીપ્લોટમાં કેટલીક સંસ્થાઓ દ્વારા અથવા તો કેટલા ગ્રુપ દ્વારા પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યા હતા, અને પતંગ ઉડાવી મકરસંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
મનગર માં ગઈકાલે મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને લોકોએ પતંગ ઉડાવ્યા હતા. પરંતુ તેઓની મજાના કારણે કુલ 41 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને કુલ 41 પક્ષીઓને ઈજા થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી.
જામનગરમાં ગઇકાલે મકર સંક્રાતિના પર્વને લઇને વહેલી સવારથી જ અનેક સ્થળોએ પતંગ ઉડવા લાગ્યા હતા અને પતંગ દોરા ના કારણે કુલ 41 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં 36 કબુતર, 1 કલકલિયો, 1 કાંકણસાર, 1 ટીટોડી, 1 બજરીગર અને એક બગલો વગેરે પક્ષીઓનો સમાવેશ થાય છે.
જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને પતંગ ઉડાડતી વખતે પતંગ ના દોરા ના કારણે સમગ્ર દિવસ દરમિયાન અનેક વ્યક્તિ ને ઇજા થઈ હતી. જેઓને 108 ની ટીમ દ્વારા સ્થળ પર દોડી જઇ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે પૈકી આઠ વ્યક્તિઓને વધુ ઇજા થઇ હોવાથી જી જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
મોરબી
મોરબી જિલ્લામાં ઉતરાયણના પાવન પર્વ પર પતંગની કાતિલ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે રહે તે માટે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.જ્યારે સેવાભાવી સંસ્થા કર્તવ્ય જીવદયા ટ્રંસ્ટ દ્વારા પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરાઈ હતી.જોકે કરુણા અભિયાન કરતા પણ આ ખાનગી સેવાભાવી સંસ્થાની કામગીરી સરાહનીય રહી હતી. જેમાં કર્તવ્ય જીવદયા સારવાર કેન્દ્રમાં 19 કબૂતર અને એક હોલો તેમજ સરકારના કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રોમાં 7 કબૂતર અને 1 હોલો સારવારમાં આવ્યા હતા. જ્યારે 2 લોજોને પતંગની દોરીથી ઇજા થતાં સારવાર લેવી પડી હતી.
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા શહેરમા મકરસંક્રાતિની ઉજવણી ધામધુમથી ઉજવાય હતી વળી અહિ ક: એક વિસ્તારોમાં છત પર યુવાનો દ્વારા ડી.જેના તાલે ઝુમી ઉઠ્યા હતા. ઉતરાયણના દિવસે વહેલી સવારથી જ યુવાનો છત પર પતંગની સાથે ડીજેની મોજ માણતા નજરે પડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ