અમદાવાદ: તા.22
ગુજરાત સ્ટેટ કો-ઓ. માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલના) બાકી રહેતા અઢી વર્ષ માટે ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી નિરીક્ષક તરીકે પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલ તથા પ્રદેશ ભાજપના આગેવાન અને પ્રવકતા ભરતભાઈ પંડયા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરના પશ્ર્ચિમ વિભાગના ડે.કલેકટર જે.બી.દેસાઈના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હરોળના નેતા, પૂર્વ કૃતિ મંત્રી, નાસ્કોબના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન તથા ગુજકોમાસોલના વર્તમાન ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નામની દરખાસ્ત ડિરેકટર તેજસકુમાર પટેલ એ મુકેલ હતી જેને ડિરેકટર મનોજભાઈ પટેલ એ ટેકો આપેલે, હતો. અન્ય કોઈ નામની દરખાસ્ત ન થતાં દિલીપભાઈ સંઘાણી બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવેલ છે. ત્યારબાદ વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતાં વાઈસ ચેરમેન તરીકે માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નામની દરખાસ્ત ડિરેકટર રસિકભાઈ પટેલએ મુકેલ હતી જેને ડિરેકટર નવનીતભાઈ પટેલ એ ટેકો આપેલ હતો અને કોઈ નામની દરખાસ્ત ન થતાં ગોવિંદભાઈ પરમાર બિનહરીફ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાણ આવેલ છે.
