નવી દિલ્હી તા. 27
પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા પછી ભારતીય નાગરિક બનેલા ગાયક અદનાન સામીને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. જેના પર કોંગ્રેસે ચમચાગીરી કરવાનું ઈનામ મળ્યાનો આરોપ લગાવ્યા છે. જ્યારે શરદ પવારની પાર્ટીએ કહ્યું કે મોદીની પ્રશંસા કરવાના કારણે સામીને ભારતની નાગરિકતા મળી અને પદ્મશ્રી ઈનામ મળ્યું. કેટલાક લોકો તો સામીને એટલા માટે પદ્મશ્રી માટે હકદાર નથી માનતા કારણ કે તેમના પિતા પાકિસ્તાની ડિપ્લોમેટ રહ્યા છે. જોકે, એક હકીકત એવી પણ છે કે સામી પર સામીના પિતા ભલે પાક ડિપ્લોમેટ રહ્યા હોય પણ સામીનું ભારત પ્રત્યેનું વલણ કોઈનાથી છૂપું નથી.
કોંગ્રેસ પાર્ટીના નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે અદનાન સામીએ ભાજપ સરકારની ચમચાગીરી કરી જેના કારણે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે એ સવાલ પણ કર્યો કે આવું શા માટે થયું કે કારગિલ યુદ્ધમાં સામેલ સૈનિક સનાઉલ્લાહને ઘૂસણખોર જાહેર કરાયા જ્યારે સામીને પદ્મ સન્માન આપવામાં આવ્યું છે, જેમના પિતા પાકિસ્તાની વાયુસેનામાં રહીને ભારત સામે ગોળીબાર કર્યો હતો.ગઈઙએ કહ્યું, મોદી ભક્તિનું ઈનામ મળ્યુંજ્યારે મહારાષ્ટ્ર શિવસેનાની સહયોગી એનસીપીએ કહ્યું કે સામીને મોદી ભક્તિનું ઈનામ મળ્યું છે. મહારાષ્ટ્રમાં મંત્રી અને ગઈઙ નેતા મવાબ મલિકે કહ્યું કે જય મોદી બોલવા પર કોઈ પણ પાકિસ્તાનીને ભારતીય નાગરિકતા અને સાથે પદ્મશ્રી આપવાનો આ ક્લિયર કટ કેસ છે. આ દેશના લોકોનું અપમાન છે.મધ્યપ્રદેશના ગામમાં મગરે લોકોના જીવ અધ્ધર કર્યાકોંગ્રેસની અંદર પર મતભેદ!એક તરફ જ્યાં કોંગ્રેસના કેટલાક નેતાઓ સામીને મળેલા સન્માનનો વિરોધ કરી રહ્યા છે તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સામીને પદ્મ સન્માન મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
