ગીરગઢડાના સીમાસી પાસેથી વિદેશી દારૂ ભરેલ બે કાર ઝડપાઈ

ઉના તા.11
ગીરગઢડા તાલુકાના સીમાસી ગામ પાસે જીલ્લાની એલસીબી પોલીસે 2 મોટરમાં 40 પેટી 960 ટીન બીયર ભરેલ રૂા.96 હજારનો બીયર અને બે મોટર કાર મળી કુલ રૂા.8 લાખ 21 હજારનો મુદામાલ કબજે કરેલ છે. આરોપી મોટર રેઢી મુકી નાસી ગયા હતા. ગીર સોમનાથ જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ એસ.એસ. ડોડીયા, પ્રફુલભાઈ જે. વાઢેર, આર.બી. ગઢીયા, ઉદયસિંહ પ્રતાપસિંહ વહેલી સવારે ઉના કોડીનાર નેશનલ હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને બાતમી મળેલ કે બે મોટર કારમાં વિદેશી દારૂ તથા બીયરનો મોટો જથ્થો ભરી નિકળી રહ્યો છે. તેથી વહેલી સવારે માઢ ગામ સીમાસી રોડ ઉપર વોચ ગોઠવેલ હતી.
ત્યારે બે મોટર કાર આવતી હોય કાર રોકાવતા બે મોટર કારના ચાલકો મોટર કાર રેનોલ્ટ કંપનની ડસ્ટર જીજે 03 આઈઆર 7089 બીજી મોટર કાર મારૂતી કંપની સ્વીફટ સફેદ કલરની જીજે 01 કેએલ 6544માં તપાસ કરતા બન્નેમાં કુલ પાસ પરમીટ વગરની બીયરના ટીનની પેટી 40 નંગ 960 બીયર ટીન રૂા.96,000 તથા બન્ને મોટર કારની 2,50,000 અને 4,75,000 મળી કુલ 8 લાખ 21 હજાર મુદામાલ કબજે કરી ગીરગઢડા પોલીસ સ્ટેશન લાવી ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.
મોટર કારની તપાસ કરતા ડસ્ટર મોટર કારમાં ઓરીજીનલ આરસી બુક રવીભાઈ હમીરભાઈ ભારાઈ રે. જુનાગઢ વાળા તતા માંગરોળ પોલીસ સ્ટેશનની સમાધાન શુલ્ક પાવતી પણ મળી આવેલ છે. આ કારમાં કેટલા શખ્સો હતા અને કારના માલીક કોણ છે તેની તપાસ ગીરગઢડા પોલીસ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ