રાજભવનનું નામ હવેથી ‘લોકભવન

ગુજરાતના રાજ્યપાલે મહત્વપ્ાૂર્ણ નિર્ણય જાહેર કર્યો

આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સ્ોવા અને સહકારના સંવાદૃનો સ્ોતુ બન્ો ત્ો જ આ પરિવર્તનનો હેતું:આચાર્ય દૃેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રતએ કેન્દ્ર સરકારના માર્ગદૃર્શન અનુસંધાનમાં એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીત્ો ‘લોક ભવન રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનન્ો વધુ જનસંપર્કક્ષમ, પારદૃર્શક અન્ો લોકોના કલ્યાણન્ો અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિૃશા રજૂ કરે છે.
‘લોક ભવન તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર માનવીય રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પ્ાૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો એ નાગરિક સંગઠનો સાથે સંવાદૃ અન્ો સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે.
આચાર્ય દૃેવવ્રતએ કહૃાું કે, ‘લોકભવનનું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સ્ોવા અન્ો સહકારના સંવાદૃનો સ્ોતુ બન્ો- એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતું છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદૃારીઓ સુધી સીમિત ન રહે. પરંતુ સમાજના કલ્યાણ, આશાઓ અન્ો સમસ્યાઓ સાથે જીવંત રીત્ો જોડાય એ જ સાચા અર્થમાં ‘લોક ભવન છે. રાજ્યપાલે ઉમેર્યું હતું કે, છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છે. જેમ કે, પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિ.ઓમાં ન્ૌતિક શિક્ષણનું મજબ્ાૂતીકરણ, યુવાનો અન્ો શોધાર્થીઓ સાથે સંવાદૃ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિૃવાસી વિકાસન્ો પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ, આ નિર્ણય રાજ ભવનના જનસ્ોવાલક્ષી અભિગમન્ો વધુ મજબ્ાૂત બનાવશે.

રિલેટેડ ન્યૂઝ