રાજ્યને જીએસટી હેઠળ નવેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂા.૫૨૩૯૦ કરોડની આવક

ગત વર્ષના સમયગાળામાં થયેલી આવકમાં
૯ ટકાનો વધારો

નવેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યન્ો જીએસટી હેઠળ રૂા.૫૨,૩૯૦ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષ સમાન સમગગાળામાં થયેલ આવક રૂા.૪૮,૦૮૫ કરોડ કરતા ૯ ટકા વધુ છે. નવે.૨૨૦૫માં ગુજરાત રાજ્યન્ો જીએસટી હેઠળ રૂા.૬,૭૨૩ કરોડની આવક થયેલ છે. જે નવે.૨૦૨૪માં થયેલ આવક રૂા.૬,૬૫૫ કરોડ કરતાં ૧ ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવે.૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૦.૭ ટકા રહેલ છે.
રાજ્યન્ો નવે. ૨૦૨૫માં વેટ હેઠળ રૂા.૨,૭૦૭ કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા.૧૦૨૫ કરોડ અન્ો વ્યવસાય વેરા હેઠળ રૂા.૧૪ કરોડની આવક થયેલ છે. આમ, રાજ્ય કર વિભાગન્ો જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અન્ો વ્યવસાય વેરા થકી કુલ રૂા.૧૦,૪૬૯ કરોડની આવક થયેલ છે. નવે.૨૦૨૫માં મોબાઇલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂા.૩૨.૪૦ કરોડની આવક થયેલ જે ગત વર્ષના સમાન માસ દૃરમ્યાન થયેલ રૂા.૨૦.૦૩ કરોડ સામે ૬૧.૭ ટકા વધારે છે.

રિલેટેડ ન્યૂઝ