ગુજરાતના મંદિરોના મેનેજમેન્ટ પર ભાવનગરના ડો. નિયતિ પંડ્યાનું સંશોધન

132 મંદિરોના અભ્યાસ દ્વારા મંદિર મેનેજમેન્ટના મોડલ પ્રસ્તુત કર્યા

મંદિરો સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ સમાજમાં કેન્દ્રસ્થાન ધરાવે છે, પરંતુ તેમનું વ્યવસ્થાપન કેટલું અસરકારક છે? વર્તમાન સમયમાં મંદિરો સમાજમાં કેટલી ભૂમિકા ભજવે છે? અને સમાજ સામે પ્રસ્તુત પડકારોનો સામનો કરવા માટે મંદિરની વધારે સક્રિય અને અસરકારક ભૂમિકા કેવી રીતે બનાવી શકાય? આવા અનેક મૂળભૂત પ્રશ્નોને પ્રથમવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્પર્શતું અનોખું સંશોધન Temple Management in Gujarat ભાવનગરની સંશોધક ડો. નિયતિ વિક્રાંત પંડ્યા દ્વારા ડો. પરાગભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ પી. પી. સવાણી યુનિવર્સિટી માંથી પૂર્ણ કરવામાં આવ્યું છે.ગુજરાતના 132 મંદિરોના તુલનાત્મક અભ્યાસ પર આધારિત આ સંશોધન મંદિરોની ભીડ નિયંત્રણ, નાણાકીય પારદર્શિતા, વોલન્ટિયર સિસ્ટમ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્રસાદ વ્યવસ્થા, ડિજિટલ સેવાઓ અને સંસ્કૃતિક-શૈક્ષણિક ભૂમિકાઓ જેવી અનેક બાબતો પર પ્રથમવાર એકેડેમિક ફ્રેમવર્કથી સંશોધન કરીને પ્રકાશમાં લાવે છે.
સંશોધન દર્શાવે છે કે રાજ્યના મોટા ભાગના મંદિરોમાં ભીડ નિયંત્રણ, સ્વચ્છતા, દાન વ્યવસ્થાપન અને વોલન્ટિયર તાલીમ જેવા ક્ષેત્રોમાં સુધારણા માટે વિશાળ અવકાશ છે. સાથે જ ઐતિહાસિક રૂપે મંદિરો સંસ્કૃત પાઠશાળાઓ, શાસ્ત્ર અભ્યાસ, સંગીત-નૃત્ય-નાટ્ય જેવી કલા-પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ અને ગૌશાળાઓ ચલાવી જે ભૂમિકા ભજવતા આવ્યા છે એ પ્રવૃત્તિઓ આજે ખૂબ મર્યાદિત થઈ ગયેલી જોવા મળે છે. સંશોધન જણાવે છે કે યોગ્ય નીતિનો આધાર, માર્ગદર્શન અને સહયોગ મળે તો મંદિરો ફરીથી શિક્ષણ અને સંસ્કૃતિના જીવંત કેન્દ્ર બની શકે છે.ગુજરાતના મંદિરો માટે એક નવું અને વૈજ્ઞાનિક ઈંક્ષયિંલફિયિંમ ઝયળાહય ખફક્ષફલયળયક્ષિં ખજ્ઞમયહ (ઈંઝખખ) એ ડો. નિયતિ પંડ્યાના આ અધ્યનનની ફળશ્રુતિ છે. જેમાં *7-જ જિિંફયિંલશભ ઋફિળયૂજ્ઞસિ અને 5-ઈ ઉશફલક્ષજ્ઞતશિંભ ખજ્ઞમયહ બંનેનો સમાવેશ થાય છે. 7-જ મોડલ મંદિરોમાં સેવા, સ્વચ્છતા, સંસ્કાર, સમર્પણ, સહયોગ, સંરક્ષણ અને સાતત્ય જેવા સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક મેનેજમેન્ટ સાથે જોડે છે અને 5-ઈ મોડલ ઈહયફક્ષહશક્ષયતત, ઈજ્ઞિૂમ, ઈજ્ઞળળીક્ષશિું, ઈવફફિભયિિં અને ઈીહિીંયિ જેવા માપી શકાય એવા પરિબળો દ્વારા મંદિરની કાર્યક્ષમતા અને ભક્તોના સંતોષનું મૂલ્યાંકન પણ કરે છે. ડો. નિયતિ પંડ્યાનું કહેવું છે કે મંદિર માત્ર ધાર્મિક ભાવનાઓનું કેન્દ્ર નથી, તેઓ સમાજના નૈતિક અને સાંસ્કૃતિક વિકાસના આધારસ્તંભ છે. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા મંદિરો સમાજસેવા, શિક્ષણ, ગૌસંવર્ધન, સંસ્કૃતિ સંરક્ષણ અને સમુદાય નેતૃત્વ આ પાંચેય ક્ષેત્રોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ