વડિયાના ખજૂરી ગામમાં સુવિધા પથનું મંત્રી વેકરિયાના હસ્તે ખાતમુહુર્ત કોઇપણ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચાર કરતો હોય તો મને જાણ કરજો : મંત્રી
ગુજરાત ની વર્તમાન સરકાર જાણે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરીને ગુણવતા યુક્ત કામો માટેની મુહિમ હાથ ધરી હોય તેમ અમરેલી મતવિસ્તારના ધારાસભ્ય એવા ગુજરાત સરકાર ના રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના મંત્રી કૌશિક વેકરીયા એ પોતાના મત વિસ્તાર એવા ખજૂરી ગામમા સુવિધા પથ ના ખાતમુર્હત પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે ગામડાઓમાં થતા વિકાસકાર્યો થી ગામડાની સુવિધા વિકસી રહી છે ત્યારે તે તમામ કામ ગુણવતા સભર થાય તે ખુબ જરૂરી છે. ત્યારે આ કાર્યો ગુણવત્તા સભર થાય તે માટે દરેક ગામમાં એક પાંચ સભ્યોની કમિટી બનાવીને તે કાર્યો ની દેખરેખ રાખવામાં આવે સાથે પ્લાન એસ્ટીમેટ મુજબ માટીટિયલ્સ વપરાઈ છે કે નહિ જેમા કાંકરી, રેતી, સિમેન્ટ કેટલા તગારા વપરાવી જોઈએ અને કેટલી વપરાઈ છે તેની ચકાસણી પણ કરવી જરૂરી છે.વર્તમાન ભુપેન્દ્ર ભાઈ પટેલની સરકાર ક્વોલિટી કામમા માનતી હોવાથી ભ્રસ્ટાચારને ક્યારેય સ્વીકાર વામા નહિ આવે જો કોઈ ગામમાં કે કામમા ભ્રષ્ટાચાર થાય તો મને જાણ કરજો પગલા લઈશું. આ નિવેદન ને ઉપસ્થિત સૌ લોકોએ વધાવ્યુ હતુ.ત્યારે રાજ્ય સરકાર ના મંત્રી નુ આ નિવેદન સમગ્ર મીડિયા જગત માં છવાયુ હતુ અને લોકોને પણ ભ્રષ્ટાચાર રોકવા અને ગુણવતા યુક્ત સુવિધાઓ ના વિકાસ બાબતે જાણે કોઈ નેતા સામેથી લોકોની મદદે આવ્યા હોય તેવુ જોવા મળ્યું હતુ. હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં કોઈ ભ્રસ્ટાચાર ની ફરિયાદ લોકો કે મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવશે તો શું તેની તટસ્થ તપાસ કરી કડક પગલાઓ અને કાર્યવાહી કરાશે કે પછી સબ સલામત દર્શાવી ને આ નિવેદનો સસ્તી પ્રસિદ્ધિ માટે જ બોલવામાં આવે છે તેવુ સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે.
