ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળતાં અને સૌરાષ્ટ્ર યુનિ ના એ વખતના સેનેટ સભ્ય એવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ની મુલાકાત કરી શાલ, પુષ્પગુચ્છ અને ગિરની ઓળખ સિંહની છબી મોમેન્ટો સ્વરૂપે આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે હોટેલ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ જીવાણી, હમીરભાઈ બારડ, બળવંતભાઈ ધામી, રામકુબાપુ, રામભાઈ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો (ડો) જીવાભાઈ વાળા ઉપસ્થિત રહી સાસણ ગિરમા પધારતા દેશ વિદેશના પ્રવાસીની સુવિધામાં હજુ કેવી રીતે વધારો થાય અને સાથે લોકોને નેચર , પ્રકૃતિ, પર્યાવરણનું કેમ જતન થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. આ અંગે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાથે મળીને ખુબ સારૂ કામ કરવાની અને આપણા ગીરની ઓળખ હજુ વૈશ્વિક લેવલે જાય અને લાખો લોકો ગિરમા પધારે તે માટે કામ કરી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત -2047 ના સપનાને સાકાર કરવા કઠિન પરિશ્રમ કરીશું તેવી લાગણી વ્યક્ત કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ગોરા બાળકના રૂા. 7 લાખ : ગુજરાતમાં નવજાત શિશુ તસ્કરીના રેકેટના પર્દાફાશમાં સનસનીખેજ ખુલાસો
બાળકના ત્વચાના રંગ પરથી નક્કી થતી કિંમતો : શ્યામ વર્ણ શિશુના રૂા. 2થી 3 લાખ :... -
બેંગ્લોર નર્સિંગ કોર્સમાં પ્રવેશના બહાને રૂપીયા અને ડોકયુમેન્ટ લઈ છેતરપિંડી કરનાર ઝડપાયો
60 થી 70 વિદ્યાર્થીઓ સાથે કેશોદના શખ્સે વિશ્ર્વાસઘાત કરતા ગીર સોમનાથ પોલીસે પકડી પાડયો આશાસ્પદ 60... -
પ્ર.પાટણ પો.સ્ટે.ના અને.ડી.પી.એસ.ના ગુન્હામાં ભાગેડુ આરોપીને મુંબઇ ખાતેથી ઝડપી લેવાયો
ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓ ની સુચના અન્વયે શ્રી જયદિપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ...
