પાંચ શિશુ, એક સગર્ભા મહિલાને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા: આગમાં બેઝમેન્ટમાં રહેલા બાઇકો મોટર કાર સહિત 10 વાહનો ખાખ
કચરામાં આગ લાગી હતી
સમીપ કોમ્પલેક્ષનાં અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગમાં કચરો પડયો હતો. આ કચરામાં કોઇ કારણે આગ લાગી હતી અને જેની જોતજોતામાં ધુમાડો આખા બિલ્ડીંગમાં પ્રસરી ગયો હતો. પરંતુ ફાયર બિગ્રેડે જાણ કરતા તંત્ર દોડી આવ્યું હતું. અને આગ બુજાવી હતમી. તેમજ દર્દી અને તેના સગા-સંબંધીઓને તાકીદે રેસ્કયુ કરાયા હતા.
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સ માં બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતા આગે વિકળાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કોમ્પલેક્સમાં બાળકોની હોસ્પિટલ આવેલી છે જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. લોકોએ અને ફાયર બ્રિગેડના સ્ટાફે નવજાત શિશુઓ સહિત 19 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને બચાવી લીધા હતા. આ બનાવથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. બનાવ સ્થળે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પાંચ બાળકો એક સગર્ભા મહિલા ને હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આગમાં ટુ વ્હીલરો અને ફોરવીલરો સહી તો 10 વાહનો સળગી ગયા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સમીપ કોમ્પ્લેક્સ ના બેઝમેન્ટમાં આજે સવારે આગ લાગી હતી. આ આગ ઉપર આવેલ બાળકોની હોસ્પિટલમાં ફેલાતા આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા. ભારે દોડાદોડી મચી ગઈ હતી . આ બનાવ ની જાણ થતા જ ફાયરબ્રિગેડ નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું. હોસ્પિટલમાંથી પાંચ બાળકો સહિત 19 લોકોનું રેસ્કયૂ કરાયું હતું. અને તમામને બચાવી લેવાયા હતા. જોકે નવજાત શિશુઓ ને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જ્યારે એક સર્ગભા મહિલાને પણ હોસ્પિટલ ખસેડાયેલ છે. જે બાળકોને હોસ્પિટલમાં ખસેડાયેલ છે તે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ ના હોવાનું જાણવા મળેલ છે. આ વિકરાળ આગથી આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આગના ધુમાડા નજરે પડ્યા હતા. લોકોના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા.
આ વિકરાળ આગને કાબુમાં લેવા 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. 18000 લિટર પાણીનો છંટકાવ કરી ફાયર બ્રિગેડના સ્ટાફ આગને કાબુમાં લીધી હતી.ફાયર ટીમે લોકોનું રેસ્કયૂ કર્યું હતું અને તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડયા હતા.
બનાવ ની જાણ થતા જ જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ, કમિશનર મીના, જિલ્લા પોલીસ વડા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના અધિકારી પદાધિકારીઓ દોડી આવ્યા હતા. લોકોના ટોળેટોળા આ બનાવ જોવા એકઠા થયા હતા. આગમાં બાઈક અને મોટરકાર સહિત 10 વાહનો સળગી ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આગના ધુમાડા નજરે પડ્યા હતા. અને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા.
હોસ્પિટલના બારીના કાચ તોડીને રેસ્ક્યુ
સમીપ કોમ્પલેક્ષમાં ઉપર જવા આવવા માટે એક માત્ર દાદરો છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં લાગેલી આગના ધુમાડાના ગોટા સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઈ ગયા હતા. આથી દાદરામાં પણ ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા તેવામાં જો કોઈ દાદરામાં જાય શ્વાસ રુંધાઈ જાય તેવી સ્થિતિ હતી. આથી હોસ્પિટલમાં બારીના કાચ તોડીને નવજાત શીશુઓને સીડી પરથી નીચે ઉતારાયા હતા. આ સાથે હોસ્પિટલમાં રહેલ અન્ય સંબંધીઓ અને દર્દીઓને પણ આ સીડી માર્ગે જ બહાર કાઢવાની ફરજ પડી હતી.
આ બનાવમાં છેલ્લા 8 દિવસ માં જન્મેલ 7 નવજાત શિશુ જેમાં ના 5 ને સર ટી. હોસ્પિટલ માં તેમજ 2 બાળકો ને હનુમંત હોસ્પિટલ માં જેમાં મૈત્રી, તેમજ પૂનમ ને સારવાર માટે સહી કરવામાં આવ્યા છે જે બંને માત્ર ચાર ચાર દિવસના છે. તેમજ 12 લોકોનું નું રેસ્ક્યુ કર્યું જેમાં જેમાં ના 5 ને સર ટી. માં દાખલ કરેલ છે જેમાં મયુરભાઈ બાંભણિયા ઉં.વ.22 , માયાબેન કમલેશભાઈ ડોડીયા ઉ.વ .50, સોનલબેન મેહુલભાઈ માલડીયા ઉ.વ.28, હંસાબેન અનંતરાય ત્રિવેદી ઉ. વ. 66 , દસુબેન દેવશીભાઇ કોળી ઉ. વ. 28 તથા અન્ય સાત વ્યક્તિઓને સ્થળ પર જ સારવાર આપી હતી. આ બનાવ થી શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.
