ગાંધીનગર ખાતે આજે મુુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ- ૨૦૨૬ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. કેલેન્ડર ‘આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ વોકલ ફોર લોકલથીમ ઉપર તૈયાર કરાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ બજેટ ૨૦૨૬ માટે રણનીતિ બનાવવા માટે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરી. ચર્ચાનો વિષય “આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન” હતો, જે વિકસિત ભારત માટેનો એક એજન્ડા હતો.
પ્રધાનમંત્રી મોદૃીએ મંગળવારે લાંબા ગાળાના વિકાસને ટકાવી રાખવા માટે વિવિધ ક્ષેત્રોમાં મિશન-મોડ સુધારાઓ માટે હાકલ કરી. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ પહેલા નીતિ આયોગના પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના જૂથ સાથેની બેઠકમાં, પ્રધાનમંત્રી મોદૃીએ વિશ્ર્વ કક્ષાની ક્ષમતાઓ બનાવવા અને વૈશ્ર્વિક એકીકરણ પ્રાપ્ત કરવા વિશે પણ વાત કરી. ચર્ચાનો વિષય “આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન” હતો, જે વિકસિત ભારત માટેનો એક એજન્ડા હતો.
વડાપ્રધાન મોદૃીએ ભાર મૂક્યો કે ભારતની નીતિનિર્માણ અને બજેિંટગ વિઝન ૨૦૪૭ સાથે સુસંગત હોવું જોઈએ. તેમણે દૃેશને વૈશ્ર્વિક કાર્યબળ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની જરૂરિયાત વિશે વાત કરી. વિકસિત ભારતને રાષ્ટ્રીય આકાંક્ષા ગણાવતા, પીએમ મોદૃીએ કહૃાું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું વિઝન સરકારી નીતિથી આગળ વધી ગયું છે અને એક સાચી જાહેર આકાંક્ષા બની ગયું છે.