Jai Hind

નવા વર્ષને વધાવવા માટે શહેરીજનોના આનંદૃ-ઉત્સાહન્ો સુરક્ષિત રાખવા પોલીસ કટિબધ્ધ

૯ હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મીઓ ત્ૌનાત

૩૧મી ડિસ્ોમ્બરની ઉજવણી અન્ો નવા વર્ષન્ો વધાવવા માટે અમદૃાવાદૃના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહૃાો છે. ખાસ કરીન્ો શહેરના એસજી રોડ, સીજી રોડ, િંસધુ ભવન રોડ જેવા પ્રાઇમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, કલબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઇ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.
આ ઉજવણીમાં કાયદૃો અને વ્યવસ્થા જળવાઇ રહે ત્ો માટે અમદૃાવાદૃ શહેર પોલીસ સંપ્ાૂર્ણ રીત્ો સજ્જ અને કટિબધ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે ત્ો માટે શહેર પોલીસ દ્વારા વિશેષ ત્ૌયારીઓ કરી દૃેવામાં આવી છે.
૩૧મી ડિસ્ો.એ અમદૃાવાદૃ શહેર પોલીસના કુલ ૯૦૪૦ જેટલા અધિકારી/ કર્મચારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગ્ો રહેવાના છે. ખાસ કરીન્ો ૭૧ જેટલી ‘જીરી ્ીટ્ઠદ્બ પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા મેદૃાનમાં ઊતરશે. શહેરમાં કુલ ૬૩ નાકાબંધી પોઇન્ટ તથા ૧૪ જેટલી ચેકપોસ્ટ ઊભી કરીન્ો ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજ નજર રખાશે.
આ ઉપરાંત ક્યુઆરટીની ૯ ટીમ, બીડીડીએસની ૪ ટીમ, ૧૨૩ જેટલી જનરક્ષક/ પીસીઆર વાન, ૩૯ સ્પીડ ગન કેમેરા, ૨૫૬૦ બોડીવોર્ન કેમેરા થકી પણ કાયદૃો વ્યવસ્થા જળવાઇ ત્ોનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત ૪૪૩ જેટલા બ્રેથ એનાલાઇઝરક અને સીસીટીવી સર્વેલન્સ માટે ૪૦૦૦થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.
આ ઉજવણી સંદૃર્ભે અમદૃાવાદૃ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગ્ોરકાયદૃેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, એચએસ, એમસીઆર વગ્ોરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહૃાા છે.
બંદૃોબસ્ત દૃરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન, પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ/ એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ/ ગ્ોસ્ટ હાઉસ/ કલબ ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઇ રહી છે.
શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.િંરગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી. હાઇવે, િંસધુભવન રોડ, સોલા, સ્ોટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદૃનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઇવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
નાગરિકોની સુરક્ષા માટે ૯૦૪૦ જેટલા પોલીસ અધિકારી, કર્મચારીઓ ખડેપગ્ો રહેશે, જેમાં જેસીપી/ એડિ. સી.પી. કક્ષાના ૦૫ અધિકારીઓ, ડીસીપી, કક્ષાના ૧૬ અધિકારીઓ, એ.પી.પી. કક્ષાના ૨૮ અધિકારીઓ, પીઆઇ કક્ષાના ૧૧૫ અધિકારી, પીએસઆઇ. કક્ષાના ૨૨૫ અધિકારીઓ અન્ો ૫૦૦૦ જેટલા હેડ કોન્સ્ટેબલ/ પોલીસ કર્મચારીઓ, ૦૨ એસઆરપી કંપની અને ૩૫૦૦ જેટલા હોમગાર્ડ્સના જવાનો ફરજ પર હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના સુચારૂ નિયમન માટે તા.૩૧-૧૨ના રોજ સાંજના ૬ વાગ્યાથી તા.૦૧-૦૧ના રોજ સવારે ૩ વાગ્યા સુધી ઉજવણીના ત્ોમજ ભીડભાડવાળા સ્થળો પર ટ્રાફિક નિયમન જળવાઇ ત્ો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.