પરીખ હોલિડેઝ સ્કેમ: પૂર્વી શાહે મુકેશભાઈ શેઠને નકલી વિઝા આપી વિદેશમાં ફસાવ્યા, કાયદેસરની કાર્યવાહી શરૂ: સાવધાન! ટ્રાવેલ એજન્ટ કે ’ઠગબાજ’? પૂર્વી શાહે પ્રતિષ્ઠિત વેપારીના વિઝામાં છેડછાડ કરી વિદેશી ધરતી પર ગુનેગાર બનાવ્યા!
અમદાવાદના સી.જી. રોડ જેવા પોશ વિસ્તારમાં ઓફિસ ધરાવતી ‘પરીખ હોલિડેઝ’ ની અસલી અને કાળી બાજુ આજે શહેરની જનતા સામે ખુલ્લી પડી છે. આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું કાવતરું છે જેમાં એક પ્રતિષ્ઠિત ભારતીય નાગરિકને વિદેશી ધરતી પર જેલના સળિયા ગણવા પડે તેવી સ્થિતિ પૂર્વી શાહ નામની મહિલાએ ઊભી કરી હતી. પાલડીના સુગમ ફ્લેટના ચેરમેન અને જાણીતા વેપારી શ્રી મુકેશભાઈ રવિચંદ્ર શેઠ, જેઓ સમાજમાં મોભાદાર સ્થાન ધરાવે છે, તેમને આ ચીટર કંપનીએ એવો કડવો અનુભવ કરાવ્યો છે કે જે સાંભળીને કોઈપણ પ્રવાસી ધ્રૂજી ઉઠશે.
“તમે ફ્રોડ છો”: જ્યારે વિયેતનામના એરપોર્ટ પર ગુંજી ઉઠ્યા આ શબ્દો
ઘટનાની શરૂઆત 16 ડિસેમ્બર 2025ના રોજ થઈ જ્યારે મુકેશભાઈ તેમના 5 પ્રતિષ્ઠિત વેપારી મિત્રો અને તેમના પરિવાર સાથે વિયેતનામ જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ઇમિગ્રેશન દરમિયાન જાણવા મળ્યું કે મુકેશભાઈના વિઝામાં કોઈ ભૂલ છે. ગભરાયેલા મુકેશભાઈએ તુરંત જ પોતાની ટ્રાવેલ એજન્ટ પૂર્વી શાહની ઓફિસમાં ફોન કર્યો. પૂર્વી શાહની ઓફિસના માણસોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ’સેટિંગ’ ના બણગા ફૂંક્યા અને કહ્યું કે, “તમે ચિંતા ન કરો, એરપોર્ટ પર અમારું ફૂલ સેટિંગ છે, છતાં પણ અમે નવો વિઝા લેટર કઢાવીને વોટ્સએપ પર મોકલું છું.” પૂર્વી શાહે મિનિટોમાં નવો લેટર મોકલ્યો, પણ તે લેટર મુકેશભાઈ માટે મુસીબતનું નોતરું સાબિત થયો. જ્યારે મુકેશભાઈ શેઠએ એ લેટર ઓફિસરને બતાવ્યો, ત્યારે ઓફિસરે તેમને તુરંત અટકાયતમાં લીધા અને અન્ય અધિકારીઓને સાવધ કરતા કહ્યું, “આ ભાઈ ફ્રોડ માણસ છે, આની પર ખાસ ધ્યાન રાખજો.”
ડિજિટલ છેતરપિંડીનો ગંભીર ગુનો: સરકારી દસ્તાવેજોમાં ’એડિટિંગ’ નો ખતરનાક ખેલ
સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વી શાહે મુકેશભાઈને જે નવો વિઝા લેટર મોકલ્યો હતો તે વાસ્તવમાં કોઈ નવો લેટર નહોતો, પરંતુ જૂના ભૂલ ભરેલા ઇલેક્ટ્રોનિક વિઝા લેટરમાં છેડછાડ (ઋજ્ઞલિયિુ) કરીને બનાવેલો એક નકલી દસ્તાવેજ હતો. પૂર્વી શાહે એમ માન્યું હતું કે વિદેશી ઓફિસરોને ખબર નહીં પડે, પણ તેની આ હલકી કક્ષાની કરતૂત પકડાઈ ગઈ. મુકેશભાઈએ જ્યારે પોતાની આબરૂની દુહાઈ આપી ત્યારે ઓફિસરે નમ્રતાથી સમજાવ્યું કે, “તમારા ટ્રાવેલ એજન્ટે આ લેટરમાં છેડછાડ કરી છે અને આ એક ગંભીર ગુનો છે.” પૂર્વી શાહની આ એક મૂર્ખામીભરી અને ગુનાહિત હરકતે મુકેશભાઈ શેઠને વિદેશમાં ’ક્રિમિનલ’ તરીકે ચિતરી દીધા હતા.
હોચીમીનથી ફુકોક સુધીની યાતના: “સેટિંગ છે” કહી પૂર્વી શાહે વેપારીને રઝળાવ્યા
જ્યારે મુકેશભાઈએ આ મામલે પૂર્વી શાહને ખખડાવ્યા, ત્યારે આ રીઢા ગુનેગાર જેવું માનસ ધરાવતી મહિલાએ ફરી જૂઠું બોલતા કહ્યું કે, “તમે હોચીમીન પહોંચી જાવ, ત્યાં મારું સેટિંગ છે.” મુકેશભાઈએ પોતાના મિત્રોની ટુર બગડે નહીં તે હેતુથી જોખમ ખેડીને આગળ વધ્યા, પણ ફુકોક એરપોર્ટ પર ફરી એ જ નરક જેવો અનુભવ થયો. વિયેતનામના અધિકારીઓએ તેમને અટકાવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, “તમે નકલી વિઝા પર મુસાફરી કરી રહ્યા છો, તમારે ભારત પરત જવું પડશે અને મસમોટી પેનલ્ટી ભરીને જેલવાસથી બચવું પડશે.” પૂર્વી શાહના કહેવાતા ’સેટિંગ’ ની હવા નીકળી ગઈ હતી અને મુકેશભાઈએ વિદેશમાં હજારો ડોલરની પેનલ્ટી ભરવી પડી હતી.
“હું જેલના દરવાજા જોતા જોતા રહી ગયો”: પીડિત વેપારી મુકેશભાઈ શેઠનું હૃદયદ્રાવક નિવેદન
“મેં મારા જીવનમાં અનેક દેશોનો પ્રવાસ કર્યો છે, પણ જે યાતના મને પૂર્વી શાહની છેતરપિંડીને કારણે ભોગવવી પડી છે તે કલ્પના બહારની છે. વિદેશી ધરતી પર જ્યારે ઇમિગ્રેશન ઓફિસરે મને ’ફ્રોડ’ કહીને સાઈડમાં બેસાડી દીધો, ત્યારે મને મારી આબરૂ લૂંટાતી દેખાઈ. પૂર્વી શાહે મને વોટ્સએપ પર એડિટ કરેલો નકલી લેટર મોકલીને જેલના દરવાજે પહોંચાડી દીધો હતો. આ મહિલા સામે હું કાયદેસરની લડત લડીશ જેથી અન્ય કોઈ ગુજરાતી તેની જાળમાં ન ફસાય.” – મુકેશભાઈ રવિચંદ્ર શેઠ (પીડિત અને પ્રતિષ્ઠિત વેપારી, અમદાવાદ)
કાયદાનો ગાળિયો મજબૂત: પૂર્વી શાહ હવે ક્યાં જશે?
મીડિયા રિપોર્ટ્સ અને જાણકારોના મતે, પૂર્વી શાહ સામે હવે છેતરપિંડી, દસ્તાવેજોમાં છેડછાડ, વિશ્વાસઘાત અને માનસિક ત્રાસ આપવાના ગંભીર ગુના હેઠળ ફરિયાદની તૈયારીઓ થઈ ચૂકી છે. મુકેશભાઈ શેઠ જેવા એક જવાબદાર અને પ્રતિષ્ઠિત નાગરિક સાથે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરવામાં આવી છે, તે જોતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ અહેવાલ પૂર્વી શાહ માટે એક ચેતવણી છે કે અમદાવાદની જનતા અને કાયદો હવે તેમને છોડશે નહીં. નિષ્કર્ષરૂપે, પરીખ હોલિડેઝ જેવી સંસ્થાઓ પ્રત્યે લોકોએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે, જે માત્ર થોડાક રૂપિયા માટે કોઈની આબરૂ અને જિંદગીને દાવ પર લગાવી દે છે.
સી.જી. રોડની ઓફિસ પર પોલીસના નગારા વાગશે? ઊંડાણપૂર્વક વિશ્લેષણ
જાણકારોના મતે, સરકારી દસ્તાવેજો અને વિદેશી વિઝા લેટરમાં છેડછાડ કરવી એ ઈંઙઈ ની વિવિધ કલમો હેઠળ ગંભીર ફોજદારી ગુનો છે. પૂર્વી શાહ સામે છેતરપિંડી (420) અને બનાવટી દસ્તાવેજ (467, 468) હેઠળ ફરિયાદ નોંધાવવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મુકેશભાઈ શેઠ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે આ મેદાનમાં ઉતર્યા છે, ત્યારે પૂર્વી શાહના પરીખ હોલિડેઝનું લાયસન્સ રદ થવું નિશ્ચિત જણાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓફિસમાં અગાઉ પણ અનેક ગ્રાહકો સાથે આવી નાની-મોટી છેતરપિંડી થઈ હોવાની ચર્ચાઓ છે.