માઉન્ટ આબુ ખાતે યોજાયેલા એનસીસી રોડ ક્લાઈમ્બિંગ કેમ્પમાં ઉના કોલેજના કેડેટ્સની પસંદગી

રાજસ્થાનના પ્રસિદ્ધ માઉન્ટ આબુ મુકામે આયોજિત રોડ ક્લાઈમ્બિંગ તાલીમ કેમ્પમાં ઉના શહેરની એચ. એમ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનસીસી કેડેટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ કેમ્પ ગુજરાત બટાલિયન એનસીસી હેઠળ આયોજિત થયો હતો, જેમાં કુલ 6 ગર્લ્સ કેડેટ્સે ભાગ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન કેડેટ્સને પર્વતારોહણ, રોડ ક્લાઈમ્બિંગ, સંતુલન જાળવવાની તાલીમ શારીરિક અને માનસિક ક્ષમતા વિકસાવવા માટે કઠોર તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર તાલીમ માઉન્ટ આબુની પર્વતીય પરિસ્થિતિમાં યોજાઈ હતી. એચ.એમ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉનાના એનસીસી ગર્લ્સ કેડેટ્સ આ કેમ્પ માટે પસંદગી પામેલા ગૌરવ અભિમાલા, રાધિકા આરતીલા, સોનાલી અનિલા, ભાર નિખિલા, ભાર મીનાબેન અને ગૌરવ મલિયાજી.આ કેમ્પમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત તથા રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી આશરે 100થી વધુ કેડેટ્સે ભાગ લીધો હતો. 2.5 કિ.મી.ની રોડ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં એનસીસી કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઉના કોલેજની કેડેટ સોનાલી અનિલાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.આ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર, એનસીસી સ્ટાફ તથા અધિકારીઓ દ્વારા તમામ કેડેટ્સને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ અને એનસીસી અધિકારીઓએ આવી સાહસિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ, શિસ્ત અને દેશસેવાની ભાવના વિકસે છે તેમ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ