અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવા પુરાવા મળ્યા!

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંબરમનો ખુલાસો: ઉડ્ડયનમંત્રીને પત્ર: તપાસનો સ્ટેટસ રીપોર્ટ આપવા માંગ

260 પ્રવાસીઓનો ભોગ લેનારી અમદાવાદની ભયાનક વિમાની દુર્ઘટનામાં કેટલાંક નવા પુરાવા મળ્યા હોવાનો ખુલાસો કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કર્યો છે અને આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે.
તેઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી રામમોહન નાયડુને પત્ર લખીને વિમાની દુર્ઘટનાકાંડમાં નવા પુરાવા મળ્યાનો દાવો કરીને તેના પર તપાસની માંગ કરી છે. નવા ઇનપુટ તેમની ઓફિસ સાથે શેર કરીને એવા પ્રશ્ર્ન ઉઠાવ્યા છે કે નવા પુરાવાના આધારે નવી તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ?
કાર્તિ ચિદમ્બરમે પત્રમાં એમ કહ્યું કે એર ઇન્ડિયાના પ્લેનક્રેશ દુર્ઘટનાની પ્રાથમિક તપાસ બાદ કેટલીક નવી માહિતી અને ઇનપુટ મળ્યા છે. મારી ઓફિસને મળેલી વિગતો મોકલવામાં આવી છે. દુર્ઘટનાની ગંભીરતા અને જાનમાલની મોટી ખુવારીને ધ્યાને લેતા મંત્રાલય તથા સંબંધિત અધિકારીઓએ ાગળની તપાસ અને સમીક્ષા કરવી જરૂરી છે અને પુરાવા આધારિત જવાબ જાહેર કરવા જોઇએ. વધારાની તપાસ કે સમિતિ અથવા નિષ્ણાંત જાુથ બનાવવામાં આવ્યું છે કે કેમ તે વિશે સવાલ કર્યા છે. પ્રજાના વિશ્ર્વાસ અને પારદર્શી તપાસના ભાગરૂપે તપાસ પરિણામો સાથેનો સ્ટેટસ રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે.તેઓએ સોશ્યલ મીડિયા પર પત્રની નકલ શેર કરી છે. વિમાન દુર્ઘટનામાં મોટી જાનખુવારી થઇ છે. જ્યારે તપાસ રીપોર્ટ ખાનગી રાખવો ન જોઇએ અને તમામ વિગતો જાહેર કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12મી જુન-2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની ગણતરીની સેક્ધડોમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. નજીકની હોસ્પીટલ-હોસ્ટેલ પર કાટમાળ પડ્યો હતો. 260 લોકોનો ભોગ લેવાયો હતો. કારણ વિશે વિવિધ અટકળો વ્યકત થઇ હતી. પ્રાથમિક તપાસ રીપોર્ટમાં કેટલાંક ખુલાસા થયા હતા. હવે કાર્તિ ચિદમ્બરમે નવા પુરાવા મળ્યાનો દાવો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ