ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં દૃરરોજ પીવાના પાણીના સેમ્પલ લઇ યોગ્યતા અને કલોરિનેશન રિપોટ્સ મેળવ્યા પછી જ પાણીની વિતરણ વ્યવસ્થા કરો

મુખ્યમંત્રીએ ટાઇફોઇડ અંગે સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ભૂપ્ોન્દ્ર પટેલે દૃર્દૃીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સધન બનાવવાના દિૃશા નિર્દૃેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અન્ો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુકતપણે લેવાઇ રહેલા દૃર્દૃીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સધન બનાવવા માટેના સ્ાૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બ્ોઠકમાં કર્યા હતા.
ગાંધીનગર મ્યુનિ. કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીન્ો થઇ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીન્ો આ બ્ોઠકમાં આપતા કહૃાું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહૃાો છે. મહાનગરપાલિકા દ્વારા ૮૫ સર્વે ટીમ બનાવીન્ો ૧ લાખ ૫૮ હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. કલોરિન ટેબલેટસ અને ઓ.આર.એસ. પ્ોકેટ પણ પ્ાૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપ્ોરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે. ત્ોમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર કલોરિન્ોશન પણ કરવામા આવ્યું છે. મુખ્યમંત્રીએ પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવાના સધન ઉપાયરૂપ્ો ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સ્ોમ્પલ દૃરરોજ લઇ ત્ોની યોગ્યતા અને ક્લોરિન્ોશનના રિપોર્ટ્સ મેેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય ત્ો માટેના સ્પષ્ટ દિૃશાનિર્દૃેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ હાલ પાઇપલાઇન અંગ્ોના જે કામો પ્રગતિમાં ત્ોની ફિલ્ડ વિઝિટ કરીન્ો ગુણવત્તાના અન્ો ચોકસાઇ સુનિશ્ર્ચિત કરવા સંબંધિત અધિકારીઓન્ો સ્ાૂચનાઓ આપી હતી. ત્ોમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અન્ો લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાંઓ લેવા તાકીદૃ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફત્ો તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણ અને ગાંધીનગરના મ્યુુનિ. કમિશનર, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી ત્ોમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબો આ બ્ોઠકમાં ઉપસ્થિત રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ