Jai Hind

ઉત્તર – પૂર્વના બર્ફીલા પવનોના આક્રમણને પગલે… સૌરાષ્ટ્ર ટાઢુ બોળ: નલિયા, અમરેલી 9 ડિગ્રીએ ઠુંઠવાયું


રાજકોટમાં 1ર, ભુજમાં 11.8, ડિસામાં 1ર:, જુનાગઢ, જામનગરમાં 13 ડિગ્રી સેલ્સીયસ તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ સવારે બર્ફીલા પવનોનું આક્રમણ યથાવત રહ્યું હતું. આ સાથે તિવ્ર ઠંડી પણ જળવાઇ રહી હતી. સવારમાં 9 6 થી 8 કિ.મી.ની ઝડપે ઉતર-પૂર્વનાં પવનો ફુંકાતા લોકો ઠુંઠવાયા હતા. સવારનાં ભાગે લોકો ગરમ વસ્ત્રોમાં લપટાયેલા નજરે પડતા હતા.
આજે પણ 9 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી સૌથી ઠંડા શહેરો રહ્યા હતા. જયારે રાજકોટ શહેરમા 10.પ, તો જુનાગઢ શહેરમાં 13.પ અને ગિરનાર પર્વત ઉપર 8.પ ડિગ્રી સાથે કડકડતી ઠંડી અનુભવાઇ હતી.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડનવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યાડરે આજે વ્હે-લી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો છે. આજે અમરેલી 9 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે.
ગઇકાલે પણ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.
ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 28-9 લઘુત્તમ તાપમાન 9-0 ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ 1-2 કિ.મી. નોંધાયેલ છે.
જયારે જુનાગઢ શહેર અને જીલ્લામાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી શિયાળો જામતો જાય છે.
આજે સવારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ પારો 14.4 ડિગ્રીએ ઉંચે જવા પામ્યો હતો. જે ઘટીને 13.પ ડિગ્રીએ નીચે નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર 8.પ ડિગ્રીએ પારો નીચે જતા સાથે પવનના સુસવાટાના કારણે બર્ફીલા પવનની ગતિ પ્રતિ કલાક વધીને પ કિ.મી.ની નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા છે. વાતાવરણમાં ભેજ 70 ટકા નોંધાયો હતો.
જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 13 ડિગ્રી પહોંચ્યો હતો.જયારે પવનની ગતિ પ્રતિકલાક 6.9 કિમિ નોંધાઇ હતી.જેના લીધે બર્ફીલા પવન સાથે ઠંડીએ મુકામ કર્યો હતો.ગત મોડી રાત્ર થી રસ્તાઓ સુમસામ બન્યા હતા.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમાંથી મળતી માહિતી મુજબ લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહતમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું.જયારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા તો પવનની ગતિ પ્રતિકલાક 6.9 કિમિ નોંધાઇ છે.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે પણ 13.8 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તેમજ વડોદરામાં 14.6, ભાવનગરમાં 14.7, ભુજમાં 11.8, ડિસામાં 1ર.3, દિવમાં 1પ, દ્વારકામાં 16.1, ગાંધીનગરમાં 12 અને કંડલામાં 14.8, ઓખામાં 19 ડિગ્રી અને પોરબંદરમાં 16.7, સુરતમાં 16 તથા વેરાવળ ખાતે 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસોથી રાજયમાં ઉતર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાઇ રહ્યા હોય ઠંડીની તિવ્રતા વધવા પામી છે.
અમરેલીમાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ આવતા બજારો સુમસામ બની
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વ્હેલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો છે. આજે અમરેલી 9 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે. અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્ય માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. ત્યારે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં ઢબુરાઈને સ્કૂલેજતાં જોવા મળતા હતા. જયારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા. ગઇકાલે પણ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 28-9 લઘુત્તમ તાપમાન 9-0 ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ 1-2 કિ.મી. નોંધાયેલ છે.