Jai Hind

SIR ફરી તમારા દ્વારે ટકોરા મારી શકે છે! રાજયના 44 લાખ મિસમેસ મતદારોને નોટીસ અપાશે

મતદાર યાદી સુધારણા કામગીરી સમયે 2002 ની મતદાર યાદીમાં માતા-પિતાના નામ અંગે જેમણે માહીતી નથી આપી તેમની પાસે જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવા મગાશે

રાજકોટ: ગુજરાતમાં SIR ની પ્રક્રિયામાં હવે વધુ એક વખત બીએલઓ તમારા દ્વારે ટકોરા મારી શકે છે. તમો એકલા જ નહી હો. ગુજરાતના 44 લાખ લોકોના નિવાસે પંચના નિયુક્ત કરેલા આ બુથ લેવલના અધિકારી જશે. આ એવા લોકો છે જેઓએ મતદાર યાદીના ગહન પુનનિરીક્ષણ (સર)ની કાર્યવાહી સમયે પોતાના જે ફોર્મ ભર્યા છે તેમાં માહિતીમાં વિસંવાદીતા છે અને તેથી તેની ખરાઈ કરવા ચુંટણી પંચના અધિકારીઓ આવશે. ચુંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ 44 લાખ લોકોને આ પ્રકારે નોટીસ પાઠવવામાં આવી છે તેમાં મોટા ભાગના શહેરી ક્ષેત્રના છે અને હવે આખરી યાદી પ્રસિદ્ધ કરતા પુર્વે આ નામોની ખરાઈ થશે અને ચુંટણીપંચને સંતોષ થશે તો જે તે નામ મતદાર યાદીમાં આવશે. આમ પંચે જે ‘જઈંછ’ની પ્રક્રિયા શરૂ કરી છે તેનો છેલ્લો અને મહત્વપૂર્ણ તબકકો હવે શરૂ થાય છે. પંચના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારે નોટીસ મેળવવામાં અમદાવાદના 9.14 લાખ ‘મતદારો’ છે. જેમાં મુખ્ય બાબત એ છે કે જેઓએ 2002ની મતદાર યાદીમાં તેમના માતા-પિતાના નામ હોય તે નિશ્ર્ચીત કર્યુ નથી. નોટીસ કહે છે કે તેઓએ તમારી કે તમારા સંબંધ (માતા-પિતા) ની 2002ની મતદાર યાદીમાં નામ હોવા અંગેની માહિતી સામેલ નથી. 2002માં આ પ્રકારની ‘સર’ની કવાયત યોજાઈ હતી તેથી તેને આધાર બનાવાયો છે. આ પ્રકારના ‘મીસમેચ’ના કારણે શકય છે કે ખોટુ લીકેજ (સંબંધીના નામ અંગે) દર્શાવાયું હોય તો તમો આ નોટીસ આપનાર અધિકારી સમક્ષ ચુંટણી પંચના માન્ય દસ્તાવેજો સાથે રજુ થશે! જેથી તમારુ નામ મતદાર યાદીમાં જાળવી શકાશે. આ માન્ય દસ્તાવેજોની યાદી જે તે નોટીસ સાથે જ આપવામાં આવી છે. આમ જે મતદાર ફોર્મમાં વિસંવાદીતા જોવા મળી છે. તેઓને આ નોટીસ પાઠવવામાં આવી છે. આમ નોટીસ આપ્યા વગર પણ પંચે આ રીતે દસ્તાવેજો મેળવવાનું નિશ્ર્ચિત કર્યુ છે પણ ચુંટણીપંચ કહે છે એકપણ સાચો મતદાર જે તે વિસ્તારની મતદાર યાદીમાં રહી ન જાય તે જોવાનો શ્રેષ્ઠ પ્રયાસ હશે. અનેક સ્થળોએ બીએલઓએ સોસાયટી મેનેજમેન્ટ સાથે પણ સહયોગ કરી તે સોસાયટીમાં વસતા મતદારોના વેરીફીકેશન કર્યા છે અને જેઓએ આ પ્રકારના દસ્તાવેજો આપ્યા છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી અને જેઓને નોટીસ મળી નથી તેઓએ પણ પંચની વેબસાઈટ પર તેના નામની ખરાઈ કરી શકે છે.