Jai Hind

સોરઠ પંથક ભૂકંપના 26 આંચકાથી ધ્રુજી ઉઠયો

આફટર શોકનો સીલસીલો શરૂ થયો: ઉપલેટા, જેતપુર, ગોંડલ, ધોરાજી પંથકમાં વધુ અસર: 1.9 થી 3.2ની તિવ્રતાથી લોકોમાં ગભરાટ, કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દુર નોંધાયું

પૃથ્વીના પેટાળમાં થતી ચહલ પહલથી ભુકંપના આંચકાની માત્રામાં દિન પ્રતિદિન વધારો નોંધાતો રહ્યો છે. સોરઠ પંથકમાં તાલાળા વિસ્તારમાં ઘણા સમયથી ભુકંપના આંચકા નોંધાય રહ્યા છે. આફટર શોકનો સીલસીલો શરૂ થયો છે. સોરઠ પંથકમાં ગઇકાલે 26 જેટલા નાના મોટા આંચકાઓથી ધરા ધ્રુજી ઉઠી હતી.
26મી જાન્યુઆરી 2001 સાલની ભુકંપની ઘટના યાદ આવી જાય તેવા ભય સાથે અનુભવાયેલા આફટર શોકથી લોકોમાં ભય પ્રસર્યો છે. ઉપલેટા, જેતપુર, ગોંડલ, ધોરાજી પંથકમાં વધુ અસર જોવા મળી છે. 1.9 થી 3.2ની તિવ્રતાથી લોકોમાં ગભરાટ વધ્યો છે. કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 કી.મી. દુર નોંધાયું છે.
26 જાન્યુઆરી ભૂકંપના આચકા ની ફરી યાદ તાજી કરાવતા ગઈકાલે રાત્રેથી આજે સવાર સુધીમાં અંદાજે ચારથી પાંચ ભૂકંપના આચકા આવી જતા લોકોમાં ફફડાટ છવાયો હતો અને હાલમાં ખાનગી સ્કૂલમાં ધોરાજી પંથકમાં રજા રાખી દીધી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં ગઈકાલે રાત્રિના 8,/43 વાગ્યે ભારે વાત સાથે ભૂકંપ નો આંચકો આવ્યો હતો જેના કારણે લોકો વહીથી ઘરની બહાર નીકળી ગયા હતા. બાદ ગઈકાલે રાત્રે 08:43 એ ભૂકંપના ઝટકા બાદ આજે વહેલી સવારે 6.19 મિનિટ અને 6.55 મિનિટે અને 6.58 અને 9.45 એમ 5 થી 6 વખત ધરા ધ્રુજી હતી. ઉપલેટા થી 28 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું, તેઉ જાણવા મળી રહ્યું છે. ગત રાત્રે 8.43 મિનિટ પણ ભૂકંપનો આચકો આવ્યો
હતો,આજે વહેલી સવારે ત્રણ ભૂકંપના આચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો ભૂકંપનો આચકા આવતા કોઈ જાન હાનિ કે નુકસાની જોવા મળેલ નથી ધોરાજીમાં સતત ભૂકંપના આંચકાને કારણે ખાનગી શાળાઓના સંચાલકો એ એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધોરાજીની અનેક ખાનગી શાળાઓ દ્વારા આજે રજા જાહેર કરાઈ હતી વિધાર્થીઓની સલામતીના પગલે શાળાઓ માં રજા જાહેર કરાઈ શાળાએ ગયેલ બાળકોને પણ શાળાએથી રજા આપી દેવાઈ હતી. ભૂકંપ બાદ અનેક શાળાઓના સંચાલકો દ્વારા શાળામાં રજા રાખવાનો નિર્ણય વિદ્યાર્થીની સલામતી માટે લેવાયો હતો.
આજે વહેલી સવારે જેતપુર શહેર અને તાલુકા પંથકમાં ભૂકંપના નાના મોટા છ આંચકાઓ જેતપુર શહેરો તથા તાલુકા પંથકમાં ગઈકાલે સાંજના એક તથા વહેલી સવારથી આઠ વાગ્યા સુધીમાં ભૂકંપના નાના-મોટા પાંચથી આંચ કાઓ આવ્યા છે. ભૂકંપને લીધે લોકોમાં થોડો ગભરાહટ ફેલાયો છે વહેલી સવારે 6:00 ને 10 મિનિટે આવેલા ભૂકંપના આંચકાને લીધે કાચના બારી દરવાજા ખખડી ગયા હતા અને લોકોએ આ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ પણ નાના નાના ભૂકંપના આચકાઓ ચાલુ રહ્યા હતા.
ભૂકંપના આંચકાઓને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આર્વી ગયું છે. લોકોમાં વ્યાપેલી ચિંતા અને ભયને ધ્યાનમાં રાખીને જેતપુર મામલતદાર તથા જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વાર) નાગરિકો માટે એક અગત્યની યાદી જાહેર કરવામાં આવી છે.

જેતપુરમાં એક પછી એક એમ ધરતીકંપના છ આચકા આવ્યા છે
સવારે 6:19 કલાકે 3.8ની તીવ્રતાનો આંચકો
સવારે 6:56 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
સવારે 6:58 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો
સવારે 7:10 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
સવારે 7:13 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
સવારે 7:33 કલાકે 2.7ની તીવ્રતાનો આંચકો