22મી જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (ઉંઈંઈ 2026) 9થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે, જેનો હેતુ નોલેજ શેરિંગ અને જોઇન્ટ લર્નિંગ થકી એકેડમિક અને સાયન્ટીફિક શ્રેષ્ઠતાનાં ત્રીસ કરતા વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે. આ ઇવેન્ટ માત્ર જ્ઞાનનાં પ્રસાર માટે જ નહીં પરંતુ વિષ્વભરમાં હેલ્થકેર પ્રક્ટિસનાં ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અદ્યાય બનવા માટે સજ્જ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મૈરિંગો સિમ્સ દ્વારા યોજવામાં આવતી જેઆઇસી એક સાયન્ટીફિક કોન્ફરન્સમાં પરિવર્તન પામી છે, જે એક એકેડમિક મુવમેન્ટ તરીકે વિદ્યાર્થીઓમાં નવીનતા તથા ઇન્ટરેક્શનને પ્રોત્સાહન આપે છે તથા એવિડન્સ-બેસ્ડ કેરને પ્રેક્ટીકલ પેશન્ટ કેર સર્વિસ સુધી પહોંચાડે છે. વર્ષ 2026માં યોજાતી આ ઇવેન્ટમાં મલ્ટી-સ્પેશિયાલિટી પર ભાર મુકતા વ્યાપક સાયન્ટીફિક પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ દિવસ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ, ઇન્ટર્નલ મેડિસિન, કાર્ડિયો મેટાબોલિક હેલ્થ, નેફ્રોલોજી. ન્યુરોલોજી, ઇન્ફેક્શિયસ ડિસિસ, ક્રિટિકલ કેર અને ઓન્કોલોજી તથા ઇવોલ્વિગ થેરાપીઝ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.