Jai Hind

દીવમાં વાહન ચાલકોને રોડ શેફટી નિયમોનું પાલન કરવા અનુરોધ

પ્રશાસક પ્રફુલ પટેલના આદેશ અને દીવ કલેકટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં દીવમાં સડક સુરક્ષા માસ 2026 અંતર્ગત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મલાલા સર્કલ ઉપર વાહન ચાલકોને હેલમેટ પ્રત્યે જાગૃતતા અને સાથે સાથે રોડ સેફટી સંબંધીત નિયમોની જરુરી માહીતી આપવામાં આવી હતી. સાથે સાથે જરુરીયાત મંદોને હેલમેટ આપવામાં આવ્યા હતા. અને જે વાહન નિયમોનું પાલન કરે છે તેને ગુલાબનું ફુલ આપી અને તેમની પ્રસંશા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડે. કલેકટર શીવમ મીશ્રા એ દીવની જનતાને ખાસ અનુરોધ કર્યો કે કોઇપણ ગાડી હોય, ચલાવવા સમયે સડક સુરક્ષા નિયમોનું પાલન કરે અને ટ્રાફીક પોલીસના દિશા નિર્દેશનું પાલન કરે. રોડ શેફટીના નિયમોનું પાલન કરાવવા મલાલ સ્થળે પી.આઇ. રમેશ ગાવિત, એસ.એચ.ઓ. પી.એસ.આઇ. બ્રેનડેન એજવેલો આરટીઓ અભિનવ પટેલ તેમજ પોલીસ અને આરટીઓ વિભાગના કર્મીઓ ઉ5સ્થિત રહ્યા હતા.