Jai Hind

બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના 4 યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ પર થયેલા મારામારીના કેસને લઈ તીવ્ર તણાવ સર્જાયો છે. યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે.

જેમાં ‘નવનીત ભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જવલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથક ચાર મચી ગઈ છે. જો, કે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે જ્યારે યુવાનોની અટકાયત કરી હતી