આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, રાજકોટ ખાતે એસ્સાર ફ્યુચર એનર્જી લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ ખજ્ઞઞ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાં પાયાના બાયોફ્યુઅલ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવશે, જે શરૂઆતમા પ્રતિ વર્ષ 1 મિલિયન ટન ફીડસ્ટોકનું પ્રોસેસિંગ કરશે. 2029 સુધીમાં ઓપેરશનલ થવાના ટાર્ગેટ સાથે આ પ્રોજેક્ટમાં એસ્સાર દ્વારા કુલ રૂા.5,100 કરોડનું રોકાણ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ અંદાજે 350 લોકોને સીધી રોજગારી પુરી પાડશે.
આ પ્રોજેક્ટ જઊણ (સ્પેશલ ઇકોનોમિક ઝોન) યુનિટ રૂપે વિકસાવવામાં આવશે અને તેમાં મુખ્યત્વે એવિએશન, શિપિંગ અને રોડ ટ્રાન્સપોર્ટ જેવા સેક્ટરોમાં ડીકાર્બનાઇઝેશન અને સાફ ઇંધણ ઉકેલો આપવાની દિશામાં કામ કરવામાં આવશે.
આ ખજ્ઞઞ પર હસ્તાક્ષર ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા તથા વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં થયા હતા.,
