Jai Hind

વીજીઆરસી 2026 સમિટ દરમિયાન જામનગર શહેરની સિટી લોજિસ્ટિક પ્લાનનું લોન્ચિંગ થયું

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (વીજીઆરસી) 2026 સમિટ દરમિયાન ટકાઉ શહેરી વિકાસ અને કાર્યક્ષમ માલ પરિવહન ને પ્રોત્સાહન આપવા ના મહત્વપૂર્ણ પગલા તરીકે જામનગર શહેરની સિટી લોજિસ્ટિક પ્લાન (સીએલપી) નું લોન્ચિંગ સત્તાવાર રીતે જામનગર ના મેયર વિનોદ ખીમસૂર્યા જામનગર, . સ્ટે.કમિટી ના ચેરમેન નિલેશ કગથરા તથા મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી ની ઉપસ્થિતિ સાથે વરિષ્ઠ અધિકારીઓ, શહેરી આયોજનકારો અને વિવિધ હિતધારકોની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.
સીટી લોજિસ્ટિક પ્લાન શહેરમાં માલ પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા, ટ્રાફિક ભીડ ઘટાડવા, પર્યાવરણ પર પડતા પ્રભાવ ને ઓછો કરવા અને શહેર ની સમગ્ર ગતિશીલતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ઝડપી ગતિએ વિકસતું શહેરી તથા ઔદ્યોગિક કેન્દ્ર બનતું જામનગર, આર્થિક વિકાસ અને નાગરિકોના જીવનમાન વચ્ચે સંતુલન સાધવા માટે સંરચિત અને દષ્ટિપૂર્ણ લોજિસ્ટિક માળખાની આવશ્યકતા ધરાવે છે.
જામનગર માટે તૈયાર કરવામાં આવેલ સિટી લોજિસ્ટિક્સ પ્લાન (સીએલપી) શહેરમાં માલસામાન અને માલવાહક વાહનોની ગતિ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટેની એક દીર્ઘદષ્ટિપૂર્ણ પહેલ છે. આ યોજનામાં આયોજનબદ્ધ ફ્રેઈટ મેનેજમેન્ટ, યોગ્ય માર્ગ વ્યવસ્થા, આધુનિક માળખાગત સુવિધાઓ તથા અંદાજીત રૂ. 1354.50 કરોડના ખર્ચે કુલ ત્રણ ફેઇઝ માં સને વર્ષ-2047 સુધીમાં શહેરી વિકાસ સાથે લોજિસ્ટિક્સના એકીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
આ યોજના થી શહેરમાં ભારે વાહનોના કારણે થતા ટ્રાફીકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે, માળ પરિવહનની કાર્યક્ષમતા વધશે તથા હવા પ્રદુષણ અને ઇંધણ વપરાશમાં ઘટાડો થશે. સાથે સાથે સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને ઝડપી અને વિશ્વસનીય લોજીસ્ટીક્સ સેવાઓનો લાભ મળશે.
દીર્ઘકાળે, સિટી લોજિસ્ટિક્સ પ્લાન જામનગર ને સુવ્યવસ્થિત અને ટકાઉ શહેરી ફેઈટ સિસ્ટમ તરફ દોરી જશે, પર્યાવરણીય અસર ઘટાડશે, ઉદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે તથા નાગરિકોની જીવન ગુણવત્તામાં સુધારો કરશે, જેના પરિણામે જામનગર એક મજબૂત પ્રાદેશિક લોજિસ્ટિક્સ અને ઉદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસશે.
વિજીઆરસી 2026 સમિટ દરમિયાન થયેલું આ લોન્ચિંગ, નવીન અને શ્રેષ્ઠ શહેરી ઉકલો અપનાવવાની જામનગરની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ શહેરને શહેરી લોજિસ્ટિક આયોજનમાં પ્રગતિશીલ નેતૃત્વ આપનાર શહેર તરીકે સ્થાપિત કરે છે.