Jai Hind

એચબીટીયુ, કાનપુર ખાતે માનવી આરોગ્ય, પોષણ અને સસ્ટેનેબિલિટીમાં પામ ઓઈલની ભૂમિકા પર સેમિનાર

પોષણ વિજ્ઞાન, ખાદ્ય નિયમન, કાર્ડિયોલોજી અને ઓઈલ ટેકનોલોજીમાં અગ્રણી નિષ્ણાતોએ પામ ઓઈલ અને માનવી આરોગ્ય, પોષણ અને સક્ષમતામાં તેની ભૂમિકા આસપાસ વિજ્ઞાન પ્રેરિત વાર્તાલાપ માટે હાલ કરી હતી. પામ ઓઈલ્સ રોલ ઈન હ્યુમન હેલ્થ, ન્યુટ્રિશન એન્ડ સસ્ટેનેબિલિટી: ધ બેલેન્સ્ડ ટ્રુથ શીર્ષક હેઠળના અડધા દિવસના સેમિનાર દરમિયાન હરકોર્ટ બટલર ટેક્નિકલ યુનિવર્સિટી (એચબીટીયુ), કાનપુર ખાતે આ વાર્તાલાપ થયો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ ઓઈલ ટેકનોલોજી, એચબીટીયુ કાનપુર અને ઓઈલ ટેકનોલોજિસ્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ઓટીએઆઈ), સેન્ટ્રલ ઝોન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સેમિનારમાં પોષણ વિજ્ઞાન, તબીબી સંશોધન, ખાદ્ય નિયમન, સક્ષમતા અને ઓઈલ ટેકનોલોજીના નિષ્ણાતો પામ ઓઈલ વિશે દીર્ઘ સ્થાયી ભ્રમણાઓ દૂર કરવા અને પુરાવા આધારિત પરિપ્રેક્ષ્યો પ્રસ્તુત કરવા માટે એકત્ર આવ્યા હતા.
આ સેમિનારે દુનિયાના સૌથી વ્યાપક ઉપભોગ કરાતા ખાજ્ય તેલમાંથી એક પર નક્કર, વિજ્ઞાન આધારિત વાટાઘાટ માટે મંચ તરીકે ભૂમિકા ભજવી હતી. પામ ઓઈલ રસોઈ અને પ્રક્રિયાના ઉપયોગની વ્યાપક શ્રેણીમાં તેનું કિફાયતીપણું, કાર્યશીલ વર્સેટાલિટી અને વિશ્વસનીયતાને લીધે ભારતની ખાદ્ય પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેનો એકધાર્યો પુરવઠો અને વ્યાપક ઉપયોગ દેશની ખાદ્ય તેલની માગણીને પહોંચી વળવા, પરિવારો માટે ખાદ્ય સલામતી અને ખાદ્ય સેવા ઓપરેટરો તેમ જ પેકેજ્ડ ખાદ્યોને ટેકો આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.