Jai Hind

ધોરાજી નાયબ મામલતદારની થરાદ ખાતે બદલી થતા વિદાઈ સમારોહ યોજાયો

ડેપ્યુટી કલેકટર સહિત મહેસૂલ સેવા સદન સ્ટાફે ફૂલહાર અને સાલ ઓઢાડીને બહુમાન કર્યું

રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર કરાયા છે ત્યારે ધોરાજી મહેસૂલ ભવનમાં ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એવા વીરસિંહ સોલંકીની પણ થરાદ ખાતે બદલી થઈ છે. વીરસિંહ સોલંકી 2020થી રાજકોટ મહેકમ હેઠળ ફરજ બજાવતા હતા. નિષ્ઠાવાન અધિકારી તરીકે તેઓની એક અલગ છાપ હતી લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવું તે એમનો મુખ્ય હેતુ હતો ખાસ કરીને નાના અને ગરીબ લોકો કચેરીના કામ માટે ખોટા ધક્કા ન થાય તે માટે થઈ અને લોકોના કામ તાત્કાલિક ધોરણે થાય અને લોકો હેરાન ન થાય તેઓ વીર સિંહ સોલંકીનો મુખ્ય હેતુ હતો આમ વીર સિંહ સોલંકી પ્રજા ના કામ કરનાર અધિકારી તરીકે એક આગવી ઓળખ ધરાવતા હતા જેઓ ની હાલ થરાદ ખાતે બદલી થઈ છે આમ ધોરાજી ના લોકો વીર સિંહ સોલંકી ની નિષ્ઠા પૂર્વક ની કામગીરી ને હમેશા યાદ રાખશે આમ ધોરાજી ખાતે થી થરાદ ખાતે બદલી થયેલ નાયબ મામલતદાર વીર સિંહ સોલંકી નું ધોરાજી મહેસૂલ સેવા સદન કચેરી ખાતે વિદાઈ સમારોહ યોજાયું હતું જેમાં ધોરાજી ના ડેપ્યુટી કલેકટર નાગાજણ તરખલા મામલતદાર બારોટ સહિત મહેસૂલ સેવા સદન ના સ્ટાફ અને સામાજિક અને શૈક્ષણિક અને સેવાકીય સંસ્થા ના હોદેદારો આગેવાનો પત્રકારો એ વીર સિંહ સોલંકીની ફુલહાર કરી સાલ ઓઢાડી અને વિદાઈ સમારોહ યોજાયો હતો.