Jai Hind

જોધપુરમાં અરવલ્લીના શ્રદ્ધાળુઓની બસન્ો નડ્યો અકસ્માત:ચારના મોત

અરવલ્લીની બસનો જોધપુરમાં ટ્રેલર સાથે અક્સ્માત સર્જાતા ચાર શ્રધ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૬ શ્રધ્ધાળુઓન્ો ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસ્ોડાયા હતા. બસમાં સવાર તમામ મુસાફરો અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાશી હોવાનું જાણવા મળે છે. ત્ોઓ રામદૃેવરા (જેસલમેર)માં બાબા રામદૃેવના દૃર્શન કરી ગુજરાત પરત ફરી રહૃાા હતા ત્યારે અક્સ્માત નડ્યો હતો.

રામદૃેવરાથી દૃર્શન કરી ગુજરાત પરત ફરી રહૃાા હતા ત્યારે બસ ટ્રેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો:૧૬ન્ો ઇજા

આ અકસ્માત જોધપુર-જેસલમેર ન્ોશનલ હાઇવે-૧૨૫ પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસ્ો મંગળવારે સાંજે ૪-૩૦ વાગ્યે થયો હતો. પોલીસ્ો ગ્રામજનોની મદૃદૃથી ઘાયલોન્ો બસમાંથી બહાર કાઢ્યા હતા ઘાયલોન્ો એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરની મથુરાદૃાસ માથુર (એમડીએમ) હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. મૃતદૃેહોન્ો મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યાહતા.
ચાર મૃતકોમાં રાવલ વિનુભાઇ ચિમનભાઇ (ઉ.વ.૫૦, રહે. ઇન્દ્રા નગર, વસાણીરેલ સાબરકાંઠા), સુરેશ લાલાભાઇ (ઉ.વ.૩૬, રહે. તાલુકાડા, અરવલ્લી), વિનુભાઇ મારોસા અને જયેશ મારોસાનો સમાવેશ થાય છે.
આ રોડ અકસ્માત બાદૃ મથુરાદૃાસ માથુર હોસ્પિટલમાં જિલ્લા કલેકટર ગૌરવ અગ્રવાલ અન્ો સંભાષીય કમિશનર પ્રતિભા િંસહ પહોંચ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર- ગુજરાત પાિંસગની બસ સુનારો કી પ્યાઉની આગળ મુલાનાડા રોયલ્ટી નાકા પાસ્ો પહોંચી હતી. ત્યારે સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ત્ોની ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઇ હતી, બસ અન્ો ટ્રેલરનો આગળના ભાગ્ોથી કચ્ચરઘાણ વળી ગયો હતો.