Jai Hind

મુખ્યમંત્રી અધિકારીઓ પર આગ બબૂલા અધિકારીઓને ફરી વાર ખખડાવ્યા

21 કરોડની પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન ધરાશાયી થતાં
પાણીની ટાંકીની ગુંજ કેબિનેટમાં ગુંજી: નબળું કામ નહીં ચાલે, પોલીસ કેસ પણ થશે: સી.એમ.

સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા(તડકેશ્વર) ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું.જો કે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની માફક કડડડભૂસ થઈને બેસી પડી હતી. આ ટાંકીની ગુંજ આજે કેબિનેટમાં ઉઠી હતી.
આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં: મુખ્યમંત્રી બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને એવું કહ્યું હતું કે ા પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય, જો આવું હશે તો કડક પગલાં ભરાશે. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી.
આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી, વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઈજાઓ સંબંધિત ઇગજ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ગુનો મે. જયંતી સુપર ક્ધસ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા અને તેમના જવાબદાર માણસો, બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર, તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જય એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર અંકિત પી. ગરાસિયા સામે નોંધાયો છે.
20 જાન્યુઆરીએ ગુજરાતનાં બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા(તડકેશ્વર) ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. એને તોડવાનું શરૂ થયું, પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહિ. એને તોડવા માટે 8 ટન વજનનું ઉંઈઇ મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું.