Jai Hind

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ દસમાં વેરાવળના છ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા

શૈક્ષણિક વર્ષ 2025 માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલ આઇ.એમ.સી.એ. સેમે- 3 ની પરીક્ષાનું પરીણામ આવેલ છે. જેમાં વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત એન. જે. સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નીકલ ઇન્સ્ટીટ્યુટ-ચાંડુવાવના 6 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરી જીલ્લાનું નામ શિક્ષણ જગત માં રોશન કર્યુ છે.
આ 6 વિધાર્થીઓમાં પ્રાર્થના અમર દરી એ 9.45 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં પ્રથમ સ્થાન, જ્યદિપ ધનજીભાઇ વાજા એ 9.36 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં બીજુ સ્થાન, હેમાંગી રાજેશભાઇ ડોલરિયા એ પણ 9.27 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં ત્રીજુ સ્થાન, પ્રુષ્ટિ હિરેનભાઇ પોપટ એ 9.09 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં ચોથુ સ્થાન, મેઘનાથી પલકબેન દિનેશગીરી એ 8.82 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં સાતમું સ્થાન અને વરુ બંસી દિનેશભાઇ પણ 8.82 (એસ.પી.આઈ) સાથે જી.ટી.યુ. માં સાતમું સ્થાન મેળવેલ છે. તદઉપરાંત પરિણામ આપતી કોલેજોની યાદી માં જી.ટી.યુ. સંચાલિત કોલેજ માં એન. જે. સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ-ચાંડુવાવ કોલેજ જી.ટી.યુ.ની તમામ આઇ.એમ.સી.એ. કોલેજોમાં બીજા સ્થાને ગૌરવવંતુ નામ પ્રાપ્ત કરેલ છે. વિધાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં બનતા મેરીટમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી વેરાવળ શહેર તથા વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત સંકુલને ગૌરવભર્યું સન્માન અપાવી છે. આ ઝળહળતી સિધ્ધિ મેળવવા બદલ સંચાલક મંડળે વિદ્યાર્થીઓને આવકાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.