સુરતના મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલની બદૃલી
રાજ્યના સરકારના વહિવટી વિભાગ દ્વારા ત્રણ આઇએએસ અધિકારીઓની બદૃલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદૃલી કરી ત્ોમન્ો ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. શાલિની અગ્રવાલની બદૃલી થતા સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ગુજરાત વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને એમડી એમ. નાગરાજનન્ો નિમવામાં આવ્યા છે.
જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્રકુમારન્ો એમ. નાગરાજનનો વાઇસ ચેરમેન અને મેન્ોિંજગ ડિરેકટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.