દીવમાં આશરે 600 કરોડના ખર્ચે ભવ્ય પ્રોમેનાડ પ્રોજેકટ બની રહેલ છે. આ પ્રોજેકટના કારણે સરકારને મુખ્ય રોડ પહોળો કરવાના હેતુથી રેસીડેન્ટ એરીયામાં રહેતા ર4 લોકોને શોકોઝ નોટીસ પાઠવી હતી.
આ નોટીસ મળવાથી રહેણાંક વિસ્તારમાં રહેતા ખાનગી જમીન માલીકોમાં ગમગીન વાતાવરણ છવાયું છે. ટુંક સમય પહેલા જ પ્રોમેનાડ પ્રોજેકટ અતિ સુંદર દેખાય તે માટે દીવ પ્રશાસનના આદેશ મુજબ મકાનના ફ્રન્ટ વ્યુને નવો લુક આપવામાં આવ્યો છે. ખાનગી જમીન માલીકોએ પોતાના સ્વ.ખર્ચે કર્યુ. દીવ પ્રશાસન દ્વારા આ નોટીસ મળવાથી મકાન માલીકો મુંઝવણમાં પડયા છે. જેથી દમણ-દીવ/દા.ન.હ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ આ નોટીસ અંગેની મુશ્કેલી દુર કરશે તેવી અપેક્ષા સેવી રહયા છે.