સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા -ણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ . આજે પણ નિલાયાને બાદ રતા સર્વત્ર તાપમાનનો પારો અલ ડિઝિટમાં પહોંચી ગયો છે નને મોટાભાગના વિસ્તારોમાં વાપમાન 15ડિગ્રીને પાર થઇ જતા હુંફાળા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 1 ડિગ્રીથી માંડી 5.4 ડિગ્રી સુધી ઉંચકતા અમુક સ્થળેથી તો ઠંડી ગાયબ થઇ ગયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.. આજે સૌથી નીચુ તાપમાન નલિયામાં 9.4 ડિગ્રી સે. નોંધાયુ છે. જયારે સૌથી ઉંચુ તાપમાન વડોદરામાં 19.0 ડિગ્રી સે. રહ્યુ છે. આ સિવાય અમરેલીમાં 12, ભાવનગરમાં 18, રાજકોટમાં 11.4, ભુજમાં 11.8, ડિસામાં 14.6, ગાંધીનગરમાં 15.8, કંડલામાં 12.7, પોરબંદરમાં 12, સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની સરેરાશ ઝડપ પણ ઘટીને 6 કિ.મી પ્રતિ કલાક થઇ જતા ઠંડીમાં જબરો ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણેક દિવસ તાપમાન સામાન્ય અને હુંફાળુ રહેવાની આગાહી છે.