એક એનજીઓ દ્વારા દૃાખલ પીઆઇએલ પર વહેલી તકે સુનાવણી કરવા સુપ્રીમ સંમત
સુપ્રીમ કોર્ટ અમદૃાવાદૃ પ્લેન ક્રેશ દૃુર્ઘટના (૧૨ જૂન ૨૦૨૫) સાથે જોડાયેલી અરજીઓની વહેલી તકે સુનાવણી કરશે. એક સામાજિક સંસ્થાએ જાહેર હિતની અરજી દૃાખલ કરી છે કે, અમદૃાવાદૃ વિમાન દૃુર્ઘટનાની તપાસમાં મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થયું છે.
સુપ્રીમ કોર્ટ આજે બુધવારે એક દ્ગર્ય્ં દ્વારા દૃાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાની સંમતિ આપી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ૧૨ જૂને થયેલા એર ઈન્ડિયા વિમાન દૃુર્ઘટનાની સત્તાવાર તપાસમાં નાગરિકોના જીવનના અધિકાર, સમાનતાના અધિકાર અને મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યા આસપાસ એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭-૮ વિમાન સંખ્યા છૈં૧૭૧, જે લંડનના ગેટવિક માટે અમદૃાવાદૃથી ઉડાન ભરી રહૃાું હતું, ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડમાં તે દૃુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું. જેમાં કુલ ૨૬૦ લોકોના મોત થયા હતા જેમાં ૨૪૧ મુસાફરો હતા અને બાકીના ક્રૂ સભ્યો હતા. લાઈટનું સંચાલન પાઈલટ ઈન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલ અને કો પાઈલટ કેપ્ટન ક્લાઈવ કુંદૃર કરી રહૃાા હતા.
દ્ગર્ય્ંની ઁૈંન્ બાદૃ સુપ્રીમ કોર્ટે કહૃાું છે કે બુધવારે જીૈંઇ સંબંધિત અરજીઓનું સુનાવણી પૂર્ણ થશે, અમે તમને એક નજીકની તારીખ આપીશું, મહત્વનું છે કે ગયા વર્ષે ૧૩ નવેમ્બરે ઉચ્ચ કોર્ટે કહૃાું હતું કે દૃુર્ઘટના સંબંધિત છછૈંમ્ની પ્રાથમિક રિપોર્ટમાં દિૃવંગત પાઈલટ કેપ્ટન સુમિત સભરવાલને દૃોષિત નથી માનવવામાં આવ્યા. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દૃેશક ડ્ઢય્ઝ્રછને નોટિસ ફટકારી હતી. જે કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા દૃાખલ કરવામાં આવેલી અરજી પર આધારિત હતી.
બુધવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચને જાહેર હિતની અરજી કરનાર દ્ગર્ય્ં ’સેફટી મેટર્સ ફાઉન્ડેશન’ તરફથી દૃાવો કરનાર વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, અત્યાર સુધી કેન્દ્ર સરકારે અને વિમાન દૃુર્ઘટના તપાસ બોર્ડ (છછૈંમ્)એ કોઈ પણ અરજી પર પોતાનો જવાબ દૃાખલ કર્યો નથી, પાયલટ સંઘનું કહેવું છે કે બોઈંગ ૭૮૭ વિમાનમાં સમસ્યા છે તેને ગ્રાઉન્ડ કરી દૃેવા જોઈએ.
મહત્વનું છે કે ગત જુલાઈ ૨૦૨૫માં અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં પાયલટોની વાતચીતનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં દૃાવો હતો કે, ’કોકપિટમાં બન્ને પાયલટો વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે વિમાનની યુઅલ સ્વિચ કેપ્ટન પાયલટ દ્વારા જ બંધ કરી દૃેવામાં આવી હતી. જ્યારે વિમાનના ફર્સ્ટ ઓફિસ પાયલટે સીનિયર પાયલટને સવાલ કર્યો કે તમે યુઅલ સ્વિચ કેમ બંધ કરી તો સીનિયર પાયલટે તેનો કોઇ જવાબ નહોતો આપ્યો અને શાંત રહૃાો હતો. આ દૃરમિયાન ફર્સ્ટ ઓફિસર પાયલટ ઘણી િંચતામાં હતા. વધુ અનુભવને કારણે કોકપિટની કમાન સીનિયર પાયલટના હાથમાં હતી, કોકપિટમાં થયેલી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે લુઅલ સ્વિચ તેમણે જ બંધ કરી હતી.
અમેરિકન મીડિયાએ એરક્રાટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (છછૈંમ્)ના પ્રાથમિક રિપોર્ટના આધારે આ દૃાવો કર્યો હતો.