દ્વારકામાં દેવી ભાગવત કથા, મહાચંડી યજ્ઞ અને મહારૂદ્ર અભિષેકમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ દ્વારકાધીશનાં દર્શન કરી રાજયના નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બાદમાં દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નેપાળી બાબાના આશીર્વાદ મેળવી, વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. 31 જાન્યુઆરી સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી 21 હજાર બ્રાહ્મણો દ્વારા 58 કરોડ જાપ કરવામાં આવી રહ્યાં છે. જેમાં દેશભરમાંથી સાધુ, સંતો, મહાત્માઓ આ આયોજનમાં જોડાયા છે. તેમની ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ વડા જયરાજસિંહ વાળા, મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી અમોલ આવટે, વિગેરે જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કરી હતી. તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.