Jai Hind

બર્ફીલા પવનોના સુસવાટા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો કહેર : રાજકોટ-જૂનાગઢમાં 10 ડિગ્રી તાપમાન

ગિરનાર પર પ.ર ડિગ્રી : રોપ-વે બંધ કરાયો : હજુ ચાલુ સપ્તાહમાં ઠંડા પવનનું જોર રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજે પણ સવારથી ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોનાં સુસવાટા સાથે ઠાર પડતા લોકો હાડ ધુ્રજાવતી ઠંડીમાં ઠીંગરાયા હતા.સવારથી જ સરેરાશ 8 થી 10 કી.મી.ની ઝડપે ઠંડોબોળપવન ફુંકાતો હોય જનજીવન ઉપર પણ અસર દેખાઈ હતી સવારનાં ભાગે ભારે ઠંડીના પગલે રાજમાર્ગો ઉપર ટ્રાફિક પણ ઓછો નજરે પડતો હતો.હજુ પણ ચાલુ સપ્તાહમાં ઠંડા પવનો ફુંકાવાની આગાહી છે ત્યારે આજે ભારે ઠંડા પવનનાં પગલે જૂનાગઢનો ગિરનાર પર્વત જાણે કે હિમ પર્વત બની ગયો હતો.ગીરનાર ઉપર સવારનાં ભાગે 5.2 ડિગ્રી લઘુતમ તાપમાન થઈ જતા વન્ય જીવો -પશુ-પક્ષીઓ થથરી ગયા હતાં. તો, ઝડપી પવનનાં પગલે હોપ-વે પણ બંધ રાખવાની ફરજ પડી હતી.જયારે જૂનાગઢ શહેરમાં આજે સવારે 7.2 કી.મી પવન સાથે લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયુ હતું.તેમજ આજરોજ પણ રાજયનું સૌથી ઠંડુ શહેર 7-ડિગ્રી સાથે નલિયા રહેવા પામ્યુ હતું.તથા રાજકોટ શહેરમાં સવારે ઠંડાબોળ પવનો સાથે 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા નગરજનોએ કડકડતી ઠંડી અનુભવી હતી.આ ઉપરાંત આજે સવારે પોરબંદરમાં12.5, વેરાવળમાં 14.7, ઓખામાં 18, સુરતમાં 14.6, તથા અમદાવાદમાં 12.8, અમરેલીમાં 11.6, વડોદરામાં 13.8, ભાવનગરમાં 15.2, ભુજમાં 11.2, દમણમાં 15.4, ડિસામાં 11.3, દિવમાં 11.9, દ્વારકામાં 14.1, ગાંધીનગરમાં 14.5, તેમજ કંડલા ખાતે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ગોહિલવાડ પંથકમાં ઠંડી નું જોર ઘટ્યું છે. જોકે પવનની ઝડપ વધતા ઠંડી અનુભવાય રહી છે. આજે ગુરુવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન વધીને 15.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું.જ્યારે પવન ની ઝડપ 22 કિમી પ્ર.તિ. કલાકની રહી હતી.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડીમાં વધારો તો ક્યારેક રાહત, તો બીજી તરફ સૂસવાટાફ મારતા ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધતો જાય છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારે અનુભવાઈ હતી.વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.
ભાવનગરમાં 14 કિમીની
ઝડપે પવન ફૂંકાયો
ગોહિલવાડ પંથકમાં ઠંડી નું જોર ઘટ્યું છે. જોકે પવનની ઝડપ વધતા ઠંડી અનુભવાય રહી છે.
આજે ગુરુવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન વધીને 15.2 ડિગ્રી નોંધાયું હતું. આજનું મહત્તમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું.જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા રહ્યું હતું. પવન ની ઝડપ14 કિમી પ્ર.તિ. કલાકની રહી હતી.