18 વર્ષ જુના હેલિકોપ્ટરમાં સતત ટેકનિકલ સમસ્યાઓને પગલે નિર્ણય
ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હાલ ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર થતી તકનિકી ખામીઓ છે. રાજ્ય સરકાર પાસે હાલમાં જે હેલિકોપ્ટર છે, તેની ખરીદી વર્ષ 2007માં કરવામાં આવી હતી. લાંબા સમયથી ઉપયોગમાં હોવાથી તેમાં અવારનવાર ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થતી હતી, જેના કારણે સરકારી કામગીરી અને પ્રવાસ દરમિયાન અડચણો સર્જાતી હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવું હેલિકોપ્ટર લેવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા હેલિકોપ્ટરની ખરીદી માટે સરકાર દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હેલિકોપ્ટરની જરૂરિયાત, તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કમિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે નવું અને આધુનિક હેલિકોપ્ટર રાજ્યના વહીવટ, આપત્તિ વ્યવસ્થાપન, તાત્કાલિક સેવાઓ તેમજ મહત્વપૂર્ણ પ્રવાસો માટે વધુ ઉપયોગી સાબિત થશે: