શોધ ખોળ માટે જાહેર જનતાને અપીલ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જા.જોગ નંબર 01/2026, તારીખ 30/01/2026, સમય 17:00 કલાકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ પ્રશ્નાવડા ગામે રહેતા અને વાણંદ કામ કરી ગુજરાન ચલાવતા પરિવાર નો યુવાન પ્રદીપ અચાનક ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ બાબુભાઈ ખીમજીભાઈ ચુડાસમા (ઉંમર 60 વર્ષ), વ્યવસાય વાણંદકામ, રહે. પ્રશ્નાવડા ગામ, કાદી વિસ્તાર, ખોડીયાર માતાજીના મંદિર પાસે, તા. સુત્રાપાડા, જી. ગીર સોમનાથ દ્વારા નોંધાવવામાં આવી છે. તેમનો મોબાઈલ નંબર 8735867720 છે.ફરિયાદ મુજબ તેમના પુત્ર પ્રદીપભાઈ બાબુભાઈ ચુડાસમા (ઉંમર 27 વર્ષ), રહે. પ્રશ્નાવડાગામ, કાદી વિસ્તાર, ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા તારીખ 22/01/2026 ના રોજ સવારે અંદાજે 07:30 કલાકે સુત્રાપાડા ખાતે આવેલી ગબ્બર હેર સલૂન નામની દુકાને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યા પરિવાર દ્વારા શોધ ખોળ હાથ ધરાઈ હતી છતાં પણ કઈ સમાચાર ન મળતા પ્રદીપ ભાઈ ના પિતા બાબુભાઈ ચુડાસમા દ્વારા સુત્રાપાડા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ સુત્રાપાડા પોલીસે હાથ ધરી છે. વધુ મા જણાવતા ગુમ થયેલ યુવાનની ઓળખ આ મુજબ છે -પહેરવેશ: કાળા રંગનું ટી-શર્ટ અને નીલા રંગનું જીન્સ પેન્ટ ભાષા: ગુજરાતી તથા હિન્દી જાણે છે બાંધો: પાતળો વર્ણ: ઘઉવર્ણ આંખો અને વાળ: કાળા રંગના વિશેષ ઓળખ: જમણા હાથ પર અંગ્રેજીમાં ઙફિમયયા નામ ગોદાયેલું છે તો જો કોઈ વ્યક્તિને આ યુવાન વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ફોન નંબર 6359626002 અથવા તપાસ અધિકારીના મોબાઈલ નંબર 9737860804 પર સંપર્ક કરવા પોલીસ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવી છે.