Jai Hind

આઈએમએના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પદે રાજકોટના ડો. યજ્ઞેશ પોપટની વરણી : ડો. જયેશ ડોબરીયા

ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ડો. ચેતન લાલસેતા : અન્ય તબીબોને પણ કમિટીઓમાં સ્થાન

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટના જાણીતા તબીબોની ઉચ્ચ હોદ્દા પર વરણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. યજ્ઞેશ પોપટ અને ગુજરાતના ઉપપ્રમુખ તરીકે જાણીતા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ અનેક કમીટીઓમાં રાજકોટના તબીબોને જવાબદારીઓ સોંપવામાં આવી છે એમ સંસ્થાના પ્રમુખ ડો. જયેશ ડોબરીયા અને સેક્રેટરી ડો. કૃપાલ પુજારાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજકોટના અનેક તબીબોને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની વાત છે.
આઈએમએ રાજકોટના પ્રમુખ ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે કે, અમદાવાદ ખાતે તાજેતરમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશન-હેડ કવાર્ટર-નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે રાજકોટના ડો. યજ્ઞેશ પોપટની વરણી કરવામા ંઆવી છે. ડો. યજ્ઞેશ પોપટ જાણીતા બાળરોગ નિષ્ણાંત છે, તેઓ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન રાજકોટના પૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી છે. ડો. પોપટ આઇ.એ.પી. આઇ.ડી. ચેપ્ટર-ર0ર1ના ચેરપર્સન, એ.ઓ.પી. રાજકોટ અને ગુજરાતના પૂર્વ પ્રમુખ, લાયન્સ કલબ ઓફ રાજકોટ સાઉથના પૂર્વ પ્રમુખ તથા લાયન્સ કલબના ડીસ્ટ્રીકટ ચેરમેન ઇમ્યુનીજેશન તરીકે સેવા આપી છે. ઇન્ડિયન મેડીકલ એસોસીએશન અને પિડીયાટ્રીક એસોસીએશનમાં તેમણે રાજકોટ તથા ગુજરાત કક્ષાએ અનેક હોદા પર સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના સેક્રેટરી ડો. કૃપાલ પુજારાએ જણાવ્યું છે કે, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સ નેટકોન-2025 તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન – ગુજરાતના ઉપપ્રમુખ તરીકે રાજકોટના સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતાની વરણી કરવામાં આવી છે. ડો. ચેતન લાલસેતા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પૂર્વ પ્રમુખ, રાજકોટ ડર્મેટોલોજીસ્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની રાજકોટ ખાતે યોજાયેલી ગુજરાત રાજયની કોન્ફરન્સ જીમાકોન- 2016 અને જીમાકોન-2024ના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી, કર્મેટોલોજીસ્ટની રાજકોટમાં યોજાયેલી સ્ટેટ કોન્ફરન્સ કયુટીકોન-2013અને ઝોનલ કોન્ફરન્સ કર્મેઝોન વેસ્ટ-2015ના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની રાષ્ટ્રીય ટીમમાં રાજકોટના ડો. યજ્ઞેશ પોપટ ઉપરાંત ડો. અતુલ પંડયા (મેમ્બર-નેશનલ એન્ટી માઇક્રોબાયલ રેસીડન્સ કમીટી), ડો. ભરત કાકડીયા (ચેરમેન-આઇ.એમ.એ. નેશનલ સ્ટેન્ડીંગ કમીટી ફોર ફુડ એન્ડ ન્યુટીશન), ડો. અમીત હપાણી (મેમ્બર-નેશનલ આઇ.એમ.એ.લીગલ કમીટી), ડો. હિરેન કોઠારી(મેમ્બર-જર્ન, ઓફ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન)ની વરણી કરવામાં આવી છે. રાજયકક્ષાની વિવિધ કમીટીમાં પણ રાજકોટના તબીબોની વરણી કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ વર્કિંગ કમીટીમાં ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત અગ્રાવત, સ્ટેટ વર્કિગ કમીટીમાં ડો. પારસ શાહ, ડો. જય ધીરવાણી, ઝોનલ જોઇન્ટ સેક્રેટરી ડો.સંજય ભટ્ટ, પી.પી.એસ. ઝોનલ ડીરેકટર તરીકે ડો. ભાવેશ સચદે, હેલ્થ સ્કીમમાં ડો. દિપેશ ભાલાણી, ફેમીલી વેલફેર સ્કીમમાં ડો. એમ.કે.કોરવાડીયા, સોશ્યલ સિકયુરીટી સ્કીમમાં ડો. તેજસ કરમટા, ગુજરાત મેડીકલ જર્નલમાં ડો. કાંત જોગાણી, સાયન્ટીફીક કમીટીમાં ડો. જયેશ ડોબરીયા અને કોલેઝ ઓફ જનરલ પ્રેકટીશનર ડો. રશ્મી ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જયેશ ડોબરીયા, સેક્રેટરી કૃપાલ પુજારા, આઇ.પી.પી. ડો. કાંત જોગાણી, પ્રેસીડન્ટ ઇલેકટ ડો. તેજસ કરમટા, ઉપપ્રમુખ ડો. તુષાર પટેલ, ડો. અમીત અગ્રાવત, ટ્રસ્ટી ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, પૂર્વ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ડો. જય ધીરવાણી, ડો. હિરેન કોઠારી, એડિટર ડો. અમીષ મહેતા, ટ્રેઝરર ડો. રૂકેશ ઘોડાસરા, જોઇન્ટ સેક્રેટરી ડો. ચિંતન દલવાડી, ડો. બિરજુ મોરી, જોઇન્ટ ટ્રેઝરર ડો. રાજન રામરણી, ડો. ચિંતન કણસાગરા વગેરે દ્વારા એવોર્ડ વિજેતા તબીબોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.