Jai Hind

ચકચારી બગદાણા કોળી યુવાન હુમલા પ્રકરણમાં આઠ આરોપીઓના જામીન મંજૂર

ભાવનગરના બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મહુવા સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન આઠ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે છ આરોપીઓ જેલ માં છે.
ભાવનગર જિલ્લા ના બગદાણા ના કોળી યુવાન નવનીત બાલધીયા હુમલા કેસમાં સીટ એ અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરી છે. જેમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી નામના આરોપીઓ છે. જેમાંથી 8 આરોપીઓને કોર્ટે જામીન મુક્ત કર્યા છે જ્યારે જયરાજ આહીર સહિત અન્ય 6 આરોપીઓ જેલમાં છે.
આજે કોર્ટે જે આરોપીના જમીન મંજૂર કર્યા છે તેમાં આતુ ભમ્મર,વેરુ શઈડા ,રાજુ દેવાયત ભમ્મર, ભાવેશ ભગવાન ચેલાણા, વિરેન્દ્ર જેરામ પરમાર,પંકજ માવજી મેર, સતીષ વનાળિયા અને ઉત્તમ બાંભણિયા નો સમાવેશ થાય છે.