બેંગ્લોર નર્સિંગ કોર્સમાં પ્રવેશના બહાને રૂપીયા અને ડોકયુમેન્ટ લઈ છેતરપિંડી કરનાર ઝડપાયો

60 થી 70 વિદ્યાર્થીઓ સાથે કેશોદના શખ્સે વિશ્ર્વાસઘાત કરતા ગીર સોમનાથ પોલીસે પકડી પાડયો

આશાસ્પદ 60 થી 70 જેટલા વિધાર્થીઓને વિશ્વાસમાં લઇ બેંગ્લોર નર્સિંગ મા કોર્સ મા એડીમીશન આપવાનું કહી રૂપીયા તથા અસલ ડોક્યુમેન્ટ મેળવી પરત નહી આપી છેતરપીંડી આચરનાર કેશોદ ગામ ના શખ્સ ને ગીર સોમનાથ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને અસલ ડોક્યુમેન્ટ તથા રૂપીયા પડાવી લઇ પૈસા કે અસલ ડોક્યુમેન્ટ પરત નહી કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી છેતરપીંડી આચરનાર લેભાગુ શખ્સો સામે તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરતા હોય,જે અન્વયે વેરાવળના પી.આઈ જે.એન.ગઢવી તથા પો.સ.ઇ. આર.આર.રાયજાદા ની રાહબરી હેઠળ ડી-સ્ટાફ દ્રારા વેરાવળ પોલીસ માં નોંધાયેલ બી.એન.એસ. કલમ-316(2)ના ગુનામાં આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાથી ઉ.વ.54 ધંધો-મજુરી રહે. કેશોદ એરપોર્ટ રોડ, તુલશી નગર સોસાયટી તા.કેશોદ દ્વારા ફરીયાદી ભાવિકભાઇ વિનોદભાઇ બોરખતરીયા તથા આશરે 60 થી 70 જેટલા આશાસ્પદ વિધાર્થીઓ સાથે પુરો વિશ્વાસ અને ભરોસો આપી બેંગ્લોર કર્ણાટક ખાતે નર્સિંગ મા જી.એન.એમ. કોર્સમા એડીમીશન આપવાનુ કહી અસલ ડોક્યુમેનન્ટ લઇ આજદિન સુધી પૈસા કે અસલ ડોક્યુમેન્ટ તથા નર્સિંગ મા જી.એન.એમ. કોર્સ મા પરીક્ષા અપાવેલ નહી જે બાબતે ગુનો નોંધેલ અને આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાથી ઉ.વ.54 ધંધો-મજુરી રહે. કેશોદ એરપોર્ટ રોડ, તુલશી નગર સોસાયટી તા.કેશોદ ને તાત્કાલીક પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાંથી રીમાન્ડ મેળવી છેતરપીંડી નો ભોગ બનનાર વિધાર્થીઓની માહીતી એકત્ર કરી વિધાર્થીર્થીઓ ડોક્યુમેન્ટ રીકવર કરવા તપાસ-તજવીજ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ