ગોરા બાળકના રૂા. 7 લાખ : ગુજરાતમાં નવજાત શિશુ તસ્કરીના રેકેટના પર્દાફાશમાં સનસનીખેજ ખુલાસો

બાળકના ત્વચાના રંગ પરથી નક્કી થતી કિંમતો : શ્યામ વર્ણ શિશુના રૂા. 2થી 3 લાખ : ટોળકીએ બનાસકાંઠા જિલ્લામાં 10થી વધુ શીશુઓ ખરીદી નિ:સંતાન દંપતિઓને વેચ્યા : તેલંગાણા સહિતના રાજ્યોમાં વેચાણ

ગુજરાતમાંથી બાળ તસ્કરીના એક રેકેટનો પર્દાફાશ થયા બાદ બાળકોની કિંમત પણ તેના ચામડીના રંગોને આધારે નિશ્ર્ચિત થતી હોવાનું પોલીસ પુછપરછમાં બહાર આવ્યું છે. દેશભરમાં ‘ગુમ’ થતા નવજાત શિશુઓથી નાના બાળકોને ચેતવાથી લઈને તેમને ભીખ માંગવા-ગુન્હેખોરીમાં અને બાળમજુરીમાં જોડવાનું એક જબરદસ્ત નેટવર્ક ચાલે છે. એ ઉપરાંત ગરીબ પરિવારો તેમના શીશુઓને વેચે પણ છે તે રીતે દર વર્ષે લાખો બાળકોનું માર્કેટ બને છે.
આ સ્થિતિમાં ગુજરાત પોલીસે પર્દાફાશ કરેલા રેકેટમાં બહાર આવ્યું છે કે ગોરી-ચામડી જે ફેરની વ્યાખ્યામાં આવશે તેવા શીશુઓની કિંમત રૂા.7 લાખ સુધી આપનારા તૈયાર છે. જેમાં શીશુ એ છોકરી છે કે છોકરો તે પણ કિંમત નકકી કરવામાં ભૂમિકા ભજવે છે. ગોરા હિન્દુઓની ઉંચી કિંમત અને ડાર્ક સ્ક્રીન પરંપરાગત ભારતીય ચામડી અથવા થોડા વધુ ઘેરા લાલ રંગના શીશુઓ રૂા.2-3 લાખમાં વેચાય છે. હાલમાંજ ગુજરાત અને તેલંગાણા વચ્ચેનું એક આ પ્રકારનું બાળતસ્કરી નેટવર્ક બહાર આવ્યું કે શીશુ જો છોકરો અને ગોરી ચામડીનો રૂષ્ટપુષ્ટ હોય તો તે પ્રિમીયમ કેટેગરીમાં આવતો હતો. કારણ કે આ કોઈ ‘સારા પરિવાર’નો હોવાનું મનાતુ અને નિ:સંતાન દંપતિઓ તેના માટે રૂા.10 લાખ કે વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર રહેતા હતા.
એવરેજ ભાવ રૂા.2થી5 લાખ ગણાતો હતો. હિંમતનગરમાં ચોરાયેલા એક શીશુને હૈદરાબાદ લઈ જવાતુ હતું તેમાં પોલીસને શંકા જતા પુછપરછ થઈ અને સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. આ શીશુને અમદાવાદ એરપોર્ટથી ફલાઈટમાં લઈ જવા માટે તૈયારી કરી હતી જેમાં નંદના પંચાલ, સુમીત યાદવ, મૌલીક દવે તમામ અમદાવાદ અને હૈદરાબાદના રોશન અગ્રવાલની ધરપકડ થઈ હતી. તેઓએ ગુજરાતમાં એક કુટુંબ પાસેથી રૂા.3.6 લાખમાં આ શીશુને ખરીદ્યુ હતુ અને તેલંગાણામાં એક યુગલને વેચવાનુ હતું હવે આ નવજાત શિશુને હોસ્પીટલમાં તબીબી દેખરેખ હેઠળ રખાયુ છે તેના માતા-પિતાની સામે શરૂ થઈ છે. તેઓ જે વાહનમાં એરપોર્ટ જઈ રહ્યા હતા તે પણ કબ્જે થયું છે તથા તેમના મોબાઈલ ફોન પરથી વધુ માહિતી મેળવવાનું શરૂ થયુ છે. આ ટોળીએ બનાસકાંઠા જીલ્લામાંથી આ પ્રકારે 10 શીશુઓને ખરીદીને નિસંતાન દંપતિઓને વેચ્યા છે. આ જીલ્લામાં ગરીબી વધુ છે. આદિવાસી પરિવારો પાસેથી પણ શીશુઓની ખરીદી થઈ હતી. તે માટે એક મોડેલ ઓપરેન્ડી પણ બહાર આવી છે. આઈવીએફ ટેકનોલોજીથી નિ:સંતાન યુગલને બાળકને જન્મ આપવાની કામગીરી કરતી હોસ્પીટલોની ભૂમિકા પણ ખુલી છે તેઓ આ પ્રકારે નિ:સંતાન દંપતિઓને જેઓ માટે સંતાન શકય જ ન હોય તેમને આ ચેનલથી પણ તેઓ સંતાન મેળવી શકે તે નિશ્ર્ચિત કરે છે. ગુજરાતમાં જે રીતે આઈવીએફ હોસ્પિટલોની સંખ્યા વધી રહી છે. તેના તરફ પણ તપાસ થઈ શકે છે. ઉપરાંત લગ્ન વગર જ કુંવારી માતા બનતી યુવતીઓને સામાજીક સહિતની ચિંતાઓથી બચાવવા આ પ્રકારે તેના નવજાત બાળકને વેચી દેવા ઓફર થાય છે. કેટલાક કિસ્સામાં માતા-પિતા ગુમાવી દેનાર અનાથ બાળક બાળક પણ આ નેટવર્કનો ભોગ બને છે.

રિલેટેડ ન્યૂઝ